SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ રમું ૨૭૯ એ નાના તારાજ, પાનાના મન માં * * મr,* ન ક કાર માં . * * * *** . શરમ માદક મક રેગ નિવારણ અર્થે કરેલી દવા પણ કાળ પાકવાથી જ અસર કરે છે. પારાને સિદ્ધ કરતાં બહુ વખત લાગે છે. એમ સર્વ કાર્યો પિતપોતાની મુદત પૂરી થયા પછી ફળ આપે છે. એ જ પ્રમાણે આ ભવમાં ભાવ સહિત કરેલી દ્રવ્ય પૂજાનું મહત્વ પુણ્ય ભવાંતરમાં ભેળવી શકાય છે તથા સામાન્ય પૂજાનું સામાન્ય પુણ્ય તો કવચિત આ જન્મમાં પણ ભોગવી શકાય છે, ઉત્તમ ફળ દેનારા કાર્યોમાં વિવેકી પુરુષેએ ઉતાવળા કે ચિંતાતુર થવું ઘટે નહિ. વાવેલા બીજને ફળવામાં પવન, પાણી, ખાતર ઉપરાંત ભૂમિનું દળ પણ અગત્યનો ભાગ ભજવે છે, તેમ પ્રભુ પૂજામાં દ્રવ્ય-ભાવ, વિધિ ઉપરાંત પૂજકનું આત્મદળ પણ અગત્યનો ભાગ ભજવે છે. પિતાના આત્માને દળદાર બનાવવા માટે દળદાર આત્માવાળા શ્રી અરિહંત ભગવં તેની સતત સેવના અત્યંત આવશ્યક છે, તેનાથી આત્માના શુદ્ધ સ્વભાવની અસર આપણી સમગ્ર જાત ઉપર ફેલાય છે. તે પછી ચિંતામણિ રત્નથી મળતું ફળ સાવ તુચ્છ લાગે છે, વળી તે પરભવમાં નહિ પણ આ મનુષ્ય ભવ કે જે ઘણું કરીને અ૫ સમયને માટે હોય છે, તેમાં જ ફળ આપે છે. જ્યારે પૂજાથી ઉપાર્જન કરેલ પુણ્યનું ફળ બહુ મોટું હોવાથી ઘણુ કાળ સુધી જોગવવા લાયક હોય છે, એવી સચોટ શ્રદ્ધા તેનાં પૂજકના રૂંવાડે-રૂંવાડે સ્થિર થઈ જાય છે. વળી ભાવપૂર્વકની શ્રી જિનપૂજાથી બંધાતા પુણ્યની એ વિશિછતા હોય છે કે, તે પૂજકને પરિણામ-ભ્રષ્ટ થતાં પ્રાય: અટકાવે છે અને ઉચ્ચ પરિણામમાં રમતા રાખે છે. અને એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે પૂજકને શ્રી જિનશાસનની વધુને વધુ ભક્તિ કરવાના ઉત્તમ મનોરથ જાગે છે, ભૌતિક સુખોની ભૂખ નથી જાગતી, તેથી તે પુણ્ય પરપરાએ પૂજકને મોક્ષરૂપી સર્વોત્તમ ફળ આપનારૂં નીવડે છે. જે ફળ ચિંતામણિ રત્ન કદી પણ આપી શકતું નથી. ચિંતામણી રત્નથી ઉત્તમ સામગ્રી મળે છે, જ્યારે શ્રી જિનપૂજાથી બંધાતા પુણ્યના ઉદયે ઉત્તમ સામગ્રી ઉપરાંત ઉત્તમ સમાધિ પણ મળે છે. જ. : મ કર જાત ક " .- 7 + + *** * * * * * T યાકલhiewોના નામ કે ૧:* * *.- - ** ** '+'' મમ ' rJve ના નનન+ ક =
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy