________________
૧૯o
પ્રતિમ પૂજન (૮) નાગાર્જુન જોગીને ક્યાંય પણ સુવર્ણ સિદ્ધિ ન થઈ. છેવટે પાદલિપ્તાચાર્યના વચનથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સન્મુખ શ્રદ્ધાપૂર્વક એકાગ્રતા કરવાથી તે સિદ્ધિ મળી. તેથી તે જોગીએ પરમ સમ્યક્ત્વધારી શ્રાવક બની, પોતાના ગુરૂ શ્રી પાદલિપ્તાચાર્યનું નામ રાખવા સારૂ, શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં પાલીતાણા નામનું નગર વસાવ્યું. એમ શ્રી પાદલિપ્ત ચરિત્રમાં વર્ણવ્યું છે.'
(૯) શ્રી શ્રીપાળ રાજા તથા સાતસે કોઢીઆને અઢાર જાતને કેઢ ઉજજૈન નગરમાં શ્રી કેસરીઆનાથજીની મૂર્તિ સામે શ્રી સિદ્ધચક યંત્રના સ્નામ જળથી દૂર થઈ કંચન સમાન કાયા થઈ ગઈ. જે મૂર્તિ હાલ મેવાડમાં ધુલેવા (શ્રી કેસરીઆઇ(માં બિરાજમાન છે. (જુઓ શ્રી શ્રીપાળ ચરિત્ર)
(૧૦) શ્રી અભયદેવ સૂરિજીને ગલત-કેટ શ્રી સ્તંભન પાશ્વનાથજીની મૂર્તિના સ્નાન-જળથી ગયે. ત્યાર બાદ તેમણે નવ અંગ સૂત્રની ટીકા રચી.
(૧૧) શ્રી ગૌતમસ્વામીજીની શંકાનું નિવારણ કરવા માટે ભગવાન શ્રી મહાવીર સ્વામીજીએ જાતે ફરમાવ્યું કે, જે પુરુષ આત્મલબ્ધિથી શ્રી અષ્ટપદ તીર્થ પર ચઢી, ભરત મહારાજાએ કરાવેલી શ્રી જિન પ્રતિમાનું ભાવપૂર્વક દર્શન કરે, તે તે એ જ ભવમાં મોક્ષે જાય, આ વાતને નિશ્ચય કરવા માટે શ્રી ગૌતમસ્વામી શ્રી અષ્ટાપદ પર ચઢયા તથા યાત્રા કરી અને તે જ ભવે મોક્ષે ગયા. એમ શ્રી આવશ્યક નિયુક્તિમાં છે.
(૧૨) શ્રી ભગવતી સૂત્રના મૂળ પાઠમાં કહ્યું છે કે, શ્રી જિનમૂર્તિનું શરણુ ખરા ભાવથી લેવાથી કદી નુકશાન ન થાય.
(૧૩) ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીજી શ્રી આવશ્યક નિયુકિતમાં ફરમાવે છે કે
अकसिणपवत्तगाण', विरया विरयाण एस खलु जुत्तो। संसार पयणुकरणे, दव्वत्थए कूब दिढळतो ॥ અર્થ - દેશવિરતિ શ્રાવકને પુષ્પાદિ વડે દ્રવ્યપૂજા અવશ્ય કરવા ગ્ય છે. તે દ્રવ્યપૂજા કૂવાના દષ્ટાન્ત, સંસારને પ્રતનું – પાતળે કરનારી છે.