SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મું ૧૮૯ * * * * *.....* * - જાડા કાને, " (૩) શ્રી દીપસાગર પન્નતિ તથા શ્રી હરિભદ્રસૂરિકત આવશ્યકની મોટી ટીકામાં લખે છે કે- શ્રી જિનપ્રતિમાના આકારના માછલાંઓ. સમુદ્રમાં હોય છે તેમને જોઈ અનેક ભવ્ય જીવ એવાં માછલાંને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને બાર ત્રત ધારણ કરી, સમ્યકત્વ સહિત આઠમે દેવલોકે જાય છે. આ પ્રમાણે તિર્યંચ જાતિને પણ શ્રી જિનપ્રતિમાના આ કાર માત્રના દર્શનથી અલભ્ય લાભ મળે છે, તે મનષ્યને મળે, તેમાં શંકા શી ? " (૪) શ્રી જ્ઞાતા સૂત્રમાં શ્રી તીર્થકર ગાત્ર બાંધવાનાં વીસ સ્થાનક કહ્યાં છે, તે મુજબ રાજા રાવણે પ્રથમ શ્રી અરિહંત પદની આરાધના શ્રી અષ્ટાપદ પર રહેલ શ્રી તીર્થકર દેવની તેમની મૂર્તિ દ્વારા કરી, તીર્થકર શેત્ર બાંધ્યું, એમ રામાયણમાં કહ્યું છે. જે રામાયણ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે આજથી સત્તર સે. વર્ષ પહેલાં થયેલાં શ્રી જિનસેનાચાર્ય કૃત પદ્દમ ચરિત્ર પરથી બનાવેલ છે. અને જેને પ્રાયઃ તમામ જૈને માને છે. (૫) તે જ પ્રમાં લખ્યું છે કે, રાવણે શ્રી શાન્તિનાથ પ્રભુજીની મૂર્તિ સામે બહુરૂપિણી વિદ્યા સાધી અને તે સિદ્ધ થઈ ગઈ. | (૬) પદમ ચરિત્રમાં કહ્યું છે કે, લંકા જતી વખતે શ્રી રામચન્દ્રજીએ દરિયે ઉતરવા માટે શ્રી જિનભૂતિ સન્મુખ ત્રણ ઉપવાસ કર્યો. એટલે ઘર છે આવી, શ્રી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિ આપી. જેના પ્રભાવથી તેઓ દરિયે નિર્વિને તરી ગયા. . (૭) પ્રતિ વાસુદેવ જરાસંધે, શ્રી કૃષ્ણ વાસુદેવના સૈન્ય પર જરા નીમની વિદ્યાને પ્રગ કર્યો, એટલે આખી સેના મૂચ્છિત થઈ ગઈ ત્યારે શ્રી નેમિનાથ ભગવાનની સૂચનાથી શ્રી કૃષ્ણ વાસુદેવે ત્રણ ઉપવાસ કર્યો. તેનાથી ખેંચાઈને ધરણે આવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ આપી જેના પ્રક્ષાળ – જળને છંટકાવ કરવાથી જરા વિદ્યાની અસર નાબુદ થઈ ગઈ અને આખી સેના મૂચ્છરહિત બની ગઈ. આ મૂતિ શ્રી શંખેશ્વરમાં પાર્શ્વનાથ પ્રભુજીના નામથી હાલ પણ શંખેશ્વરમાં વિદ્યમાન છે. (આ કથન શ્રી હરિવંશ ચરિત્રમાં છે.) • કે. ‘ક :
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy