________________
( ૧ ) સિકાના આરમ્ભના હોય એમ ધારવામાં આવે છે. એ જૈન લેખે છે એમ કેટલાક સંશોધકે ધારે છે, કારણ કે તે સ્થાનેની પાસે જ તીર્થકરની પ્રતિમાઓ સહિત જૈનધર્મનાં દેવાલયના ભગ્નાવશેષો મળી આવ્યા છે. આ ધારણા સાચી હોય તે જૈનધર્મનો પ્રચાર દક્ષિણ ભારતમાં અતિ પ્રાચીનકાળથી થયું હતું એમ માનવાને પ્રમાણ મળી આવે.
અવશે અને બીજાં અનિશ્ચિત સાહિત્ય દ્વારા તામિલ પ્રદેશમાં અને તેની પાસેના પ્રદેશમાં જૈનધર્મ પ્રસર્યાને ઈતિહાસ પણ આપણે કંઈક જાણી શકયા છીએ. એટલું તો નક્કી છે કે જેનો એ પ્રદેશમાં મહત્ત્વનું સ્થાન જોગવતા હતા અને ત્યાંના સમાજ ઉપર ઉચ્ચ પ્રકારના સંસ્કાર રેડે શકયા હતા. સર વેટર ઇલિયટને ( Sir walter Elliot) મતે દક્ષિણના વેપાર તેમજ કળાના ને કારીગરીનાં કામ ઉપર જેનોને પ્રભાવ ગીર છે. પણ જેનોને સૌથી વધારે ગમ્ભીર પ્રભાવ તે તામિલ સાહિત્ય ઉપર પડ્યો છે. બિશફ કાલ્ડવેલ (Bischof Caldwell) સાચું જ કહે છે કે “જેનોને ઉન્નતિને (આચાર વિચારની ઉન્નતિને, રાજકીય ઉન્નતિને નહિ) યુગ તે તામિલ સાહિત્યને મહાયુગ છે.૩૯) મદુરાના સાક્ષરમંડળમાં–કવિસમ્પ્રદાયમાં–માટે ભાગે જેનો હતા, તે વખતના અનેક સુખ્યાત તામિલ ગ્રન્થ એ મંડળના પંડિતોએ લખેલા મંડળ સમક્ષ રજુ થયેલા ને મંડળનું અનુમોદન પામેલા હતા.
મદુરાના એ સાક્ષરમંડળને કાળ નિણિત થયે નથી. તામિલ લેખકે એ કાળના ત્રણ જુગ પાડે છે, અને છેલ્લા જીગને ઈ. સ. ૨ જા સૈકામાં મૂકે છે. બીજાએ એ જુગને કંઈક પછીના કાળમાં મૂકે છે. જેનોએ તામિલને, કાનીને અને બીજી લેકભાષાઓને પ્રત્યક્ષ ઉપયોગ કર્યો, તેથી પણ કંઈક અંશે, સંસ્કૃત ભાષાને બહુધા ઉપયોગ કરનાર તેમના પ્રતિસ્પર્ધી બ્રાહ્મણ પંડિતે કરતાં વધારે ઉંડે મૂળ નાખી શકયા હોય. .
પર વંશના રાજાઓએ જૈનધર્મને આશ્રય આપેલ અને