________________
( ૫૦-) કરાવી ને તેમાં એક મંદિર બન્ધાવ્યું ને તેમાં પિત પાર્શ્વનાથને શિષ્ય છે એમ પ્રસિદ્ધ કર્યું. ૨૮
જૈન ધર્મના આશ્રયદાતા સૌથી વધારે તે રિચ (લોન્ની ) વંશના રાજાઓ હતા. એ વંશને સ્થાપનાર રાજા મૂઝવાન (૬૧-૯૬) ધમેં હવે તે શૈવ, પણ એણેય જેન મન્દિર બન્ધાવેલું. ભીમ ૧લાના (૧૦૨૨-૧૦૬૪) રાજ્યકાળમાં શ્રદ્ધાળુ શ્રાવક વિમલે આબુ પર્વતના ભવ્ય શિખર પ્રદેશ ઉપર ૧૦૩૨ માં પ્રખ્યાત જૈન મન્દિર બન્ધાવેલાં તે હજી સુધી યે વિમા–વસદ્ધિ (વિમલને વાસ ) એ નામે આબુને પ્રખ્યાત રાખે છે.*
પણ પ્રખ્યાત હેવને-એ પ્રભાવશાળી લેખકને પરિબળે જ ગુજરાતમાં જૈનધર્મો એકદમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. હેમચન્દ્રનું પૂર્વાવસ્થાનું, નાનપણનું નામ ચંક્લેવ હતું. ગુજરાતના ધંધુકામાં એક જૈન વેપારીને ઘેર ૧૦૮૮ અથવા ૧૦૮૯ માં એ જમ્યા હતા. સાધુ કેન્દ્રનું ધ્યાન આ બુદ્ધિશાળી બાળક તરફ આકર્ષાયું, એમનાં માબાપની પરવાનગીથી એમણે એ બાળકને શિક્ષણ આપ્યું અને ૮ (૯) વર્ષની ઉમરે એમને વ્રત આપ્યું, તે પ્રસંગે એમનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું. જૈન વિદ્યાની સર્વ શાખાઓનું એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ યુવકે પોતાના અલૈકિક બુદ્ધિબળે મહત્ત્વનું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું; બ્રાહ્મણવિદ્યાઓમાં પણ એ પારંગત થયા. ૨૧ વર્ષ એ આચાર્ય થયા, એમનું નામ માર પડ્યું, તથા તેમના ગુરૂને સ્થાને એમને બેસાડ્યા. એમના જ્ઞાનથી અને કથાવાર્તામાં એમની નિપુણતાથી એ જ લુક્ય વંશને રાજા જયસિંહ સિદ્ધરાજ (૧૦૯૪-૧૧૪૩) આકર્ષા અને આચાર્યની સાથે એણે મિત્રતા બાંધી. આ રાજા પિતાના રણવિજયેથી વિખ્યાત થયે છે, તેમજ એણે ભવ્ય મકાને બંધાવીને પણ પિતાનું નામ અમર કર્યું છે. વળી એને
* સિદ્ધરાગ શબ્દનો અર્થ “જાદુગરને રાજા” છે; એ નામ નહિંને એટલા માટે મળેલું કે એણે વર્વર નામે રાક્ષસને જીતીને એની પાસેથી જાદુબળ સિદ્ધ કરેલું હતું.