________________
( ૪૮ )
- છીએ. જેન સુખ્યાત રાજા મુંગ (૯૭૪-૯૫) અને મોગ પણ એજ પ્રકારે ધર્મસહિષ્ણુતા પાળવામાં પ્રખ્યાત હતા. ભોજરાજાએ ધારાનગરીમાં ૧૦૧૮ થી ૧૯૬૦ સુધી રાજ્ય કર્યું, કથા એવી છે કે એ રાજાએ બધા ધર્મના પંડિતેના ઉપદેશ એકઠા કર્યા, પછી એ બધા ધર્મોના પરસ્પર વિરોધભાવમાં સત્ય શું છે? તે શેધી કાઢવાને તે ઓએ સરસ્વતીની આરાધના ૬ માસ સુધી કરી. ત્યારે દેવીએ એમને દર્શન દીધાં ને બધાં ધાર્મિક તત્ત્વમાંથી સત્ય શેાધી લેવાને આ માર્ગ દેખાડ્યો.
બુદ્ધના જ્ઞાનનું શ્રવણ કરે, જેના નિયમોને સાચી રીતે પાળે; વેદાઝા પ્રમાણે જીવન આચરે, પરમ(બ્રહ્મ)ના દયાનમાં મગ્ન થાઓ.”
પંડિતેએ ત્યારપછી આ નીચેને બ્લેક પણ કહ્યો. ગમે તેવા ભ્રષ્ટનીએ હિંસા ન કરે, સરસ્વતીની સેવા કરે; ગમ્ભીર ધ્યાનથી મુક્ત થઈ શકશે-આ બધા ધર્મોનું મૂળ છે.”
આમ એ સો પંડિતે રાજાને તેના જીવન માટે શુદ્ધાચાર બતાવી શકયા. ૨૭
જે રાજાઓ જૈનધર્મ પાળતા નહોતા, છતાંયે એ ધર્મના માગમાં કંઈ વિઘ્ન નાખતા નહિ એવા પરધર્મસહિષ્ણુ રાજાઓના રાજ્યમાં તીર્થકરને ધર્મ ખુબ પ્રચાર ને ઉન્નતિ પામે. આગ્રા અને અયોધ્યાવાળા હાલના સંયુકત પ્રાન્તમાં, કાશ્મિરમાં, પંજાબમાં, ખાસ કરીને રાજપુતાનામાં, મધ્ય હિંદ એજન્સીમાં અને મધ્ય પ્રાન્તમાં– એમ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતના સૌ પ્રદેશમાં જૈનધર્મના પ્રચારના ચિન્હ મળી આવે છે. આ વિશાળ પ્રદેશમાં જૈન મહત્વ એટલી ઉન્નત સ્થિતિએ તે ભાગ્યે જ આવેલું કે ત્યાં કોઈ રાજા જેના હોય, કે જ્યાંની પ્રજા માટે ભાગે જેન હોય, પણ જેનોએ એકંદરે ઉન્નત સ્થાન પ્રાપ્ત કરેલું અને ખાસ કરીને રાજપુતાનામાં તથા મધ્ય ભારતમાં સંસ્કારી જીવન ઉપર કઈ રીતે એ છે પ્રભાવ પાડેલ નહિં. વેપારને કારણે એ લેક ધનિક છે, અને એ ધનિકતાને તથા તેમના આચાર વિચારને કારણે નગરોમાં અને રાજદરબારમાં એમણે પ્રભાવશાલી ભાગ ભજવે છે, ઉંચે અધિકારે ચડ્યા છે.