________________
છે, પણ ભવિષ્યમાં કઈ સંશાધક એ સંબંધને પ્રમાણભૂત અને નિશ્ચિત કરી શકશે, ત્યારે એને જણાઈ આવશે કે એવા સંબંધની વિશિષ્ટતાઓ ધર્મની દષ્ટિએ બહુ મહત્વની નથી. કારણ કે જૈનધર્મની ઉત્પત્તિ કેવળ ભારતની વિચારપ્રણલીમાંથી જ થઈ છે, અને હિન્દુધર્મની તથા બુદ્ધધર્મની પેઠે જૈનધર્મની પણ જન્મભૂમિકા પશ્ચિમના તેમજ અતિપૂર્વના ધર્મોની જન્મભૂમિકા કરતાં બહુ જુદે જ પ્રકારે રચાયેલી છે. ભારત ધર્મપ્રણાલીની કથાઓ તથા ઐતિહાસિક ભાવનાઓ પશ્ચિમના ધર્મોની કથાઓ ને ભાવનાઓ કરતાં છેક જુદી જ છે, એટલું જ નહિ પણ એ ધર્મના ખુદ સિદ્ધાન્તો પણ જુદા જ પ્રકારની આધ્યાત્મિક ભાવનાઓ રજુ કરે છે. એની ત્રણ વસ્તુઓ તે સ્પષ્ટ રીતે આવે છે – | ભારતના સૈ આર્યધર્મીઓ-પછી ગમે તે એ હિન્દુ હોય, બૌદ્ધ હોય કે જેન હોય તે પણ સંસારના આ જીવનમાં દુઃખ જ જુએ છે. એને મન આ વસ્તુસ્થિતિ એવી છે કે તેમાં કશું કશાદ્વારા પણ ફેરફાર કરી શકે નહિ. કશાથી એ દુઃખ ટાળી શકાય નહિ, સ્વર્ગમાં સુખનું અને વિલાસનું રાજ્ય છે, ત્યાં જવાથી યે દુઃખ ટળી શકે નહિ, ખુદ અનિત્ય ને પણ દુઃખ વળગેલું છે જ. સમસ્ત જીવન દુઃખ ભર્યું છે, કારણ કે તેમાં આનન્દ નથી, શાન્તિ નથી; એને કર્મ કરવાં પડે છે ને કર્મનાં ફળ ભોગવવાં પડે છે. પશ્ચિમવાસીની ભાવના એથી વિરુદ્ધ છે; એ ભૌતિક જીવનમાં દુઃખ નથી જેતે એમ નથી, પણ એમાં સુખનું મૂળ પણ જુએ છે. આ ભાવના ગ્રીકેની, પારસીઓની, મુસલ. માની અને આધુનિકેની જ છે એમ નથી, પણ મધ્ય જુગના ખ્રિસ્તિઓની પણ હતી. એને મન સંસાર એ દુઃખની ખીણ છે, પણ એ સ્થિતિ ટુંકા વખતની જ છે, કારણ કે કાળને અન્ત માનવપુત્ર સ્વર્ગમાં પિતાની કીર્તિમાં પ્રકટ થશે અને તેના દેહનું પુનરૂત્થાન થશે. ત્યારે વળી નવી પૃથ્વી ઉત્પન્ન થશે અને તે ન્યાયપરાયણની અને પવિત્રેની શાશ્વત આવાસભૂમિ બનશે.