________________
કાને સ્વીકાર થયે હતે. સંઘના મહત્ત્વના અંગરૂપે શ્રાવકે તેમાં સારો ભાગ લે છે અને સાધુના ચારિત્ર ઉપર અંકુશ રાખે છે (પૃ. ૨૪૦) અને બીજા એવા મહત્ત્વના અધિકાર ભેગવે છે. સાધુ અને ગૃહસ્થ વચ્ચેના જુદા સંબંધને લીધે બંને ધર્મમાં જુદાં પરિણામ આવ્યાં છે. બદ્ધધર્મમાં સંઘ અને ગૃહસ્થ વચ્ચે સંબંધ અતિ શિથિલ હેવાથી પરિણામ બહુ માઠું આવ્યું. બૌદ્ધ સાધુસંઘ વિકાર પામતે ગયે, બ્રાહ્મણધર્મના પ્રચંડ વિરોધ સામે એ સંધને ટકવું કઠણ થઈ પડ્યું અને ધર્માન્ય મુસલમાનોના દૂર અત્યાચારથી એને નાશ થયે, એટલે તેની સાથે જ બૌદ્ધધર્મ પણ ભરતખંડમાંથી અદશ્ય થઈ ગયે અને તે ધર્મના અનુયાયીઓ હિન્દુ થઈ ગયા, કારણકે તેમને બૌદ્ધસંઘ સાથે કશે ગંભીર સંબંધ નહોતો. એથી વિરૂદ્ધ જૈનધર્મ પિતાની સમાજરચનાને પરિબળે આજ સુધી એ દેશમાં ટકી રહ્યો છે. એને ય જુગ જુગે તડકે છાંયડો જે પડ્યો છે, પણ છતાં એ એને સાધુસંઘ બૌદ્ધધર્મના સાધુસંઘની પેઠે અવદશામાં નથી આવી પડ્યો અને હિન્દુધર્મની સ્પર્ધા અને મુસલમાન ધર્મના અત્યાચાર સામે પણ શ્રાવકેના અનુરાગને લીધે એ ધર્મ આજે પણ ટકી રહ્યો છે.
ઉપર બતાવ્યું તેમ જૈન અને બૌદ્ધધર્મ એકમેકથી ગમે એટલા સ્વતંત્ર અને અલગ હોય, પણ એ બે એટલે લાંબે કાળ એટલા બધા પ્રદેશમાં ખીલ્યા છે કે તેમની અસર એકમેક ઉપર થયા વિના ન જ રહે એ તે વગર કહ્યું સમજાય એવી વાત છે. પિતપતાની વિશિષ્ટતાઓ અને એકમેક સાથે વિરોધતાઓ હોવા છતાં એક ધમેં બીજા પાસેથી કેટલાંક બાહ્ય સ્વરૂપે–ખાસકરીને મૂતિવિધાયક અને સામાજીક ભાવ-લીધા છે. એકમેક ઉપર જે પ્રભાવ પાડ્યો છે તેને વિશે હજી વિશ્વાસજનક સંશોધન થયું નથી એ ખેદને વિષય છે; બેશક એ પ્રકારનું સંશોધન ધારીએ એટલું સહેલું પણ નથી, કારણકે અમુક વાત એક ધર્મો બીજા ધર્મમાંથી લીધી છે કે એ બંને વેદવિધી ધર્મોએ તે વાત બનેને સમાન હિન્દુધર્મમાંથી લીધી છે એને નિર્ણય કર એ સહેલી વાત નથી. બેશક કઈ કઈ પ્રસંગ એવા છે