________________
વરડે ચડાવી સિદ્ધચક્રને તળાવ ઉપર લઈ જાય છે અને ત્યાં એને સ્નાન કરાવે છે તે જળયાત્રા કહેવાય છે. આ પર્વમાં અનેક પ્રકારે આયંબિલ કરવાના હોય છે.૮
દિગમ્બરનું બીજું પર્વ આ પ્રમાણે છે-જેઠ શુદિ પાંચમે મૃતપંચમી આવે છે; કુંદકુંદે એ દિવસે જૈનશાસ્ત્રગ્રન્થ લખવાને આરમ્ભ કર્યો હતે તેના સ્મરણમાં દિગમ્બરે આ પર્વ પાળે છે.* કારિક શુદિ પાંચમે જ્ઞાનપંચમી આવે છે, તે દિવસે વેતામ્બરે ધર્મગ્રન્થની પૂજા કરે છે અને ધૂળ તથા જતુથી તેમને સ્વચ્છ કરે છે, માગશર સુદ અગિયારશે મન એકાદશી આવે છે, તે દિવસે ધ્યાન ધરવાનું અને મનવ્રત પાળવાનું હોય છે. ઘણાં જિનચરિત માં એ દિવસને ઉલ્લેખ છે. ચાતુર્માસનો આરંભ અષાઢ શુદિ ૧૪ થી થાય છે અને તેને અન્ત કાર્તક શુદિ પુનમે આવે છે. બધી પુનમેએ (હાલમાં દશે) ઉપવાસ કરવામાં આવે છે અને ધર્મપરાયણ જૈન તે દરેક માસમાં પાંચ દિવસે ઉપવાસ કરે છે.૮૦
આદિનાથના, પાર્શ્વનાથના અને બીજા તીર્થકરોના ચરિત્રમાંના પ્રસંગના (કલ્યાણકના) સ્મરણને અર્થે અનેક દિવસે પાળવામાં આવે છે, અને તે તે પ્રસંગ અનુસાર તેને ઉજવવામાં આવે છે.
હિન્દુઓની સાથે જે પ જેનો પાળે છે, તેમાં સૌથી મોટું દીવાળીનું પર્વ છે, તે કાત્તિક ( આશ્વિન) માસની અમાવાસ્યાને રેજ આવે છે, દીવાળીના દિવસેમાં હિન્દુઓ લક્ષ્મીની પૂજાને હેતુએ ઘર ને શેરી દીવાથી શણગારે છે. મહાવીરના નિર્વાણના મરણમાં જેનો એ પર્વ પાળે છે. એ નિર્વાણ પામ્યા તે રાત્રે એમના ધર્મના અનેક રાજાએ દીપોત્સવ કરેલે કહેવાય છે.? મન્દિરમાં તે દિવસે નૈવેદ્યમાં લાડુ ધરાવવામાં આવે છે અને પાવાપુરીની જાત્રા ખાસ ફળદાયી માનવામાં આવે છે, પણ હિન્દુ આચાર-વિચારને પ્રભાવે આજે તે ઘણાખરા જૈન તીર્થકરના નિર્વાણના સ્મરણમાં રમે પર્વ પાળે છે, તેના કરતાં વધારે તે સૌભાગ્ય અને ધનની પૂજાને અર્થે પાળે છે. દીવાળીને દિવસે ને બેસતા વર્ષને દિવસે અમુક વિધિ કરવામાં આવે છે. દિવાળીને દિવસે સ્ત્રીઓ લક્ષ્મીપૂજામાં પિતાનાં ઘરેણાને પૂજે છે અને બીજે દિવસે