________________
( ૪૦૨) હાથ ઉપર આ પ્રમાણેનાં શુભ ચિન્હ હોય, સૂર્ય, ચન્દ્ર, શંખ અને સ્વસ્તિક; જાનુ હાથીની સૂંઢ જેવી ભરાવદાર હોય; પગમાં તળીઆ પદ્ધ જેવો મૃદુ હાય.” - સે તીર્થકરને ઘાટ એકસરખે હોય છે, તેમાંના ઘણાખરા તેમના શરીરવણુથી અને તેમની પ્રતિમા નીચે મૂકેલાં તેમનાં ચિન્હથી પરખાઈ આવે છે. સુપાર્શ્વના અને પાર્શ્વના માથાના મુકુટની ચારે બાજુ નાગફણા હોય છે તે જોતાં જ એ તીર્થકરે ઓળખાઈ આવે છે.
તીર્થકરની પ્રતિમાઓમાં પરિમાણ અનેકવિધ હેાય છે. ઘરમાં પૂજવાની નાની પ્રતિમાઓથી માંડીને તે ઠેઠ દેવાલયમાં પૂજવાની મેટી અને વળી ખડકમાં કોતરી કાઢેલી અથવા છૂટી પ્રકાષ્ઠ પ્રતિમાઓ સુધીનાં તેનાં પરિમાણ છે. કારીગર પ્રતિમા તૈયાર કરે છે. ત્યારે એ પૂજા ગ્ય થઈ શકે એટલા માટે તેની સ્થાપનાના અમુક ધાર્મિક વિધિ કરવા પડે છે. કેઈ શુભ મુહૂર્ત ખાસ કરીને રાતે, ગુરુ પ્રતિમા સામે અમુક મત્રો ભણે છે, એક રયપાત્રમાં ઘી, મધ, સાકર અને લેટનું મિશ્રણ રાખેલું હોય છે તેમાં એક સુવર્ણ શલાકા બળીને તે મૂર્તિને સ્પર્શ કરે છે અને તે વડે ચક્ષુઓ ખોલે છે. પછી પ્રતિમાના જમણું કાનમાં એક મંત્ર સાતવાર ભણે છે અને હાથ વડે તેને અનેકવાર સ્પર્શ કરેલ છે. પ્રતિમાની દેવાલયમાં સ્થાપના કરવાને પ્રસંગે અમુક ક્રિયાઓ કરવામાં આવે છે તેનું વર્ણન હવે પછી કરવામાં આવશે.
કેટલીક પ્રતિમાઓ ખાસ પવિત્ર મનાય છે, કારણ કે તેની ઉત્પત્તિ અલૈકિક રીતે થયેલી મનાય છે. તે સ્વયંભૂ મનાય છે અથવા તે દેવે તૈયાર કરેલી ને કેઈ ચમત્કારથી મળી આવેલી કહેવાય છે. સ્તભનકમાં (ખંભાતમાં) પાર્શ્વનાથની એવી એક પ્રતિમા પૂજાય છે, તે આ પ્રમાણે મળી આવેલી કહેવાય છે. પવિત્ર સાધુ અભયદેવસૂરિ (ઈ. સ. ૧૧ મા સૈકામાં) ગુજરાતમાં જાત્રાએ આવેલા ત્યારે માંદા પડ્યા. રાતમાં જૈનશાસનની દેવીએ તેમને દશ ન દીધાં અને સેઢિકા નદીને કાંઠે સ્તમ્ભનક સ્થાને જવાની એમને આજ્ઞા કરી, ત્યાં પલાશ વૃક્ષના