________________
( ૭૫૨)
નેતૃત્વ નીચે મઠમાં રહે છે. છે. બુઈલર જણાવે છે કે ભટ્ટારકે પિતાને આહાર લેતી વેળાએ પિતાનાં વસ્ત્રને વેગળાં મૂકે છે અને સંપૂર્ણ રીતે નગ્ન બેસે છે, તે પ્રસંગે એકાદ શિષ્ય ઘંટ વગાડે છે ત્યારે સૌ પરાયા માણસો ચાલતા થાય છે.
વિશ્વપન્થીઓના આચારવિરૂદ્ધ પ્રાચીન તીવ્ર સમ્પ્રદાયના સાધુઓએ વાંધો ઉઠાવ્યું. એ સાધુઓ “તેરાપન્થી ” સમ્પ્રદાયના કહેવાય છે અને એ સમ્પ્રદાયને પંડિત બનારસીદાસે સ્થા મનાય છે. એ પન્થ વિશ્વપન્થીને શુદ્ધ માનતું નથી. ભટ્ટારકની સત્તાને સ્વીકારતા નથી અને વનમાં વસતા મુનિઓને જ સાચા સાધુ માને છે.
દિગમ્બર સમ્પ્રદાયમાં નગ્ન સાધુ સિવાયના બીજા સાધુઓ પણ હોય છે, અને તે કપડાં પહેરે છે. પણ આ પૂરા સાધુ નહિ, પરંતુ ૧૧ મી પ્રતિમાઓ ( પૃ. ૨૦૭ ) ચડેલા શ્રાવક ગણાય છે. એમના બે વિભાગ છે. મુલક અને એશ્ચક ( એલક) ક્ષુલ્લક એક લંગોટી અને ત્રણેક હાથ લાંબું ને એક હાથ પહેલું વસ્ત્ર રાખે છે. એલૂક એક માત્ર લંગોટી સિવાય બીજું કશું રાખતા નથી. બંને સાધુઓ તે ઉપરાંત એક ભિક્ષાપાત્ર, રજોહરણને બદલે મોરનાં પીછાંની નાની સાવરણું રાખે છે; તે સિવાય બીજું કશું રાખતા નથી. તેઓ વનમાં કે મઠમાં રહે છે. ક્ષુલ્લક અને એડ્યુક દિવસમાં એક જ વાર આહાર લઈ શકે ને તેથી પહેલે પહેરે ( ઘણું કરીને સવારના ૧૦ ને ૧૧ વાગ્યાની વચ્ચે) ભિક્ષા માટે નીકળી શકે. ઉપરના ત્રણ વર્ણમાંના ક્ષુલ્લકે એક જ ઘેરથી મળેલું ભિક્ષાન્ન ખાઈને ચલાવવું જોઈએ; શુદ્ર એક પછી એક એમ પાંચ ઘેર ભિક્ષા માગવી, પણ એક ઘેરથી ખાવા જેટલું અન્ન મળી રહે કે પછી ત્યાંથી વહેરવું બંધ કરી દેવું જોઈએ; પછી એક સ્થાને એ બેસી જાય અને જ્યાં એને પૂરતું અન્ન મળી રહ્યું હોય ત્યાં એ ખાઈ લે. એડ્વક સાધુઓ પણ કરે છે તે જ રીતે, ખાય છે એક જ વાર, પણ એક જ ચલેથી મળેલું ખાય છે. - ૭ અથવા એથી વધારે પ્રતિમાઓ ચડેલે અને તેથી અવશ્ય