________________
( ૧) શ્રયની વ્યવસ્થા પણ સાધ્વીના હાથમાં હોય છે. શ્રાવિકાઓને ધાર્મિક ઉપદેશ આપે એ એમને મુખ્ય ધર્મ છે. બૌદ્ધવગેરે બીજા ધર્મોની સાધ્વીઓ કરતાં જૈનધર્મની સાધ્વીઓ નીતિઓ ઉંચી મનાય છે ને તેથી એ વધારે માન પામે છે.
દિગમ્બરને સંઘ બીજી જ રીતે જાયેલ છે. તેમના સાધુએ નગ્ન રહેવાનું છે, કારણ કે તે કશું દ્રવ્ય ને તેથી વસ્ત્ર પણ રાખી શકે નહિ. પણ આ આચાર વર્તમાન કાળે પાળ એ મહા કઠણ થઈ પડ્યો છે. તેથી આજે તે નગ્ન રહેતા હોય એવા સાધુ અતિ વિરલ છે. તેઓ વસતિમાં નહિ પણ વનમાં રહે છે અને પિતાના ધર્મધ્યાનમાં જ લીન રહે છે. આ પ્રકારે નગ્ન રહેતી સાધ્વીઓ તે છે જ નહિં, કારણ કે એમને નગ્ન રહેવું પાલવે એમ નથી.
એકાન્તમાં રહેવાને ને નગ્ન રહેવાને રિવાજ દિગમ્બર સમ્પ્રદાયમાં પ્રાચીન કાળથી પણ તીવ્રભાવે પળાતે હોય એમ જણાતું નથી. ઋષભે ભવિષ્ય ભાખેલું કે મુનિઓ વનમાં રહેશે નહિ ને સંઘ બાંધીને રહેશે એ પણ સમય આવી પહોંચશે. એમ જિનસેન (નવમા સૈકામાં) પિતાના આદિપુરાણમાં લખે છે, અને . ગુણભદ્ર, સાધુઓ વિષે પોતાના આત્માનુશાસન” માં લખે છે કે “જેમ વનપશુઓ રાત્રે ગામમાં પેસી જાય છે તેમ એ સાધુઓ દુષ્ટ કળિકાળમાં જનવાસની સમીપમાં રહેશે.”૬૮ પછી ૧૩ મા સૈકામાં આશાધર ચત્યવાસી દિગમ્બર સાધુઓ વિષે કહે છે કે “એ સાદુઓ હજી તે અહંતની પેઠે નગ્ન રહે છે, પણ વત બરાબર પાળતા નથી, કારણ કે તેઓ સ્થાનક બાંધીને રહે છે”. મુસલમાન રાજ્યકાળમાં નગ્ન રહેવું એ સાધુઓને બહુ કઠણ થઈ પડ્યું. કારણ કે મુસલમાને એ દિગમ્બર સાધુ ઉપર અત્યાચાર કરવા માંડ્યા. ઘણું કરીને ૧૩ મા સિકામાં થઈ ગયેલા વસન્તકીતિએ જણાવ્યું કે “સાધુઓ જ્યાં સુધી લેકમાં વિચરે ત્યાં સુધી એમણે એક કપડું વીંટવું.” આ મતના સાધુઓને વિશ્વપન્થી કહે છે અને આજે તે સમ્પ્રદાય પણ દિગમ્બરમાં છે. એ સાધુઓ ભટ્ટારકના