________________
( ૩૨૯ )
કેટલાક ક્ષત્રિયા આજે પણ જૈન છે. બુકાનને (Buchanan) જોયેલું કે ૧૮૦૧ માં કેટલાક રાજા જૈનધમાં હતા. અને આજે પણ કેટલાક છે (જેમકે સૂડા મિડિરેમાં ચૌતરChautar in Mudabidire ). કેટલાક વાણિયા કહે છે કે મૂળે અમે રજપુત હતા.૨૧
સેકડાવપૂર્વે જેમ, તેમજ આજે પણ જૈનધર્મીની વસતિના માટે ભાગ વેપારી છે અને તે વાણિયા કહેવાય છે. વાણિયાની અનેક નાતા છે. એમાંના અનેક લેાક વેપાર કરવાને કાજે પોતાનાં ઘરમાર છેાડી ભરતખંડના અનેક પ્રાન્તમાં પથરાઇ ગયા છે. પશ્ચિમ ભારતના જૈન વાણિયાની મહત્ત્વની નાતા શ્રીમાળી, ૨૨ પારવાલ ૨૩ અને એસવાલ છે. તે અગ્નિકુલ રાજપુતની સોલંકી શાખામાંથી ઉતરી આવ્યા ગણાય છે ને તે રીતે ઘણુ કરીને એમનામાં સિથિયન લેાહીનુ મિશ્રણ છે.૨૪ શ્રીમાળી અને પેારવાલ એક જાતિમાંથી ઉતરી આવ્યા જણાય છે. એમની નાતની વાયકા પ્રમાણે તેએ મૂળે મારવાડમાંના આજે નાશ પામેલા શ્રીમાલ કે ભીનમાલ નગરમાંથી આવેલા. ત્યાં દેવી મહાલક્ષ્મી છે તેને એ લેાક આજે પણ પેાતાની કુળદેવી માની પૂજે છે. એ દેવીએ તેમને પેાતાના અંગુઠામાંથી કે પુલમાળામાંથી ઉત્પન્ન કરેલા એવી દંતકથા છે.ર૫ એસવાલની ઉત્પત્તિ શ્રીમાળીમાંથી થઇ છે એમ નીચેની કથા ઉપરથી જણાઇ આવે છે. શ્રીમાળ રાજા દેશળે મોટા ધનવાનાને જ પેાતાના નગરના કિલ્લામાં રહેવાની પરવાનગી આપી. એથી અસન્તુષ્ટ થઈને કેટલાક લાકે દેશલના પુત્ર જયચન્દ્રની આગેવાની નીચે નગરમાંથી ઉચાળા ભર્યા અને ખીજે એક સ્થાને જઇ રહ્યા. તે સ્થાનનું નામ એમણે શ્વેત પાડ્યું. એ લેાકેા માટે ભાગે રાજપુત હતા ને ધર્મે શૈવ હતા. જૈનસાધુ રત્નપ્રભસૂરિએ જયચન્દ્રને અને તેની પ્રજાને જૈન બનાવી. આ ઘટના માટે એમ કહેવાય છે કે, તે ઇ. સ. ૧૬૬ ના ઑગસ્ટમાં બની. બીજી કથા પ્રમાણે શ્રીમાળીની ને સવાળની ઉત્પત્તિ ગણધર પ્રભવના (કથા પ્રમાણે નિર્વાણ ઇ. પૂ. ૩૯૭ માં) સમયમાં થઈ,૨૬
જર