________________
(૩૯). ૨૦ વિજય (અનિવત), ૨૧ મલ્લિ (વિમલ), ૨૨ દેવ ( વિજય), ૨૩ અનંતવીર્ય (દેવપાલ), ૨૪ ભદ્રકૃત્ (અનંતવીર્ય).
બંને સમ્પ્રદાયના ગ્રન્થ ભાવી ઉત્સર્પિણીને તીર્થકરોનાં નામે આપે છે, તેમજ આ અવસર્પિણીના કણ કણ પુરૂષ એ. ઉત્સપિણમાં તીર્થકર થવાના છે એમનાં નામ પણ આપે છે. મહાવીરના સમયના મગધના રાજા શ્રેણિક તે પદ્મનાભરૂપે અવતરશે, મહાવીરના કાકા સુપાર્શ્વ તે દેવરૂપે અવતરશે. કૃષ્ણ, બલરામ, દેવકી, રહિણી અને બીજાં પણ નરનારી એ ઉત્સપિણીમાં શલાકાપુરૂષરૂપે અવતરશે. આ બાબતમાં પણ બને સમ્પ્રદાયને મત ભિન્ન છે.
અન્તવિવેચન નો માને છે કે માનવબુદ્ધિ જે જે વિચારી શકે તે સૌમાં જૈનધર્મ સાથી ઉત્તમ છે અને ગંભીરજ્ઞાનમૂલક છે, માટે તે નિભ્રમ છે. બીજા બધા ધર્મનાં દર્શનશાસ્ત્ર એની પાસે પણ આવી શકે નહિ. એમાંથી જે જૈન ધર્મનાં તત્ત્વ સાથે એકમત થાય છે તે માત્ર એ ધર્મમાંથી લીધેલી પ્રતિષ્ઠાયા રૂપે છે, જે ભિન્ન છે તે મિથ્યાત્વમાંથી ઉપજેલું અજ્ઞાન છે. તેથી ભવ્ય (જે નિર્વાણગ્ય છે અને જેને જેનો સમ્યજ્ઞાનના ધારણ કરનાર માને છે) અન્ય ધર્મના અનુયાયીઓને મિથ્યાદશી માને છે ને વળી માને છે કે તેમનાથી ધાર્મિક જનેએ દૂર રહેવું જોઈએ, નહિ તે એમની નાસ્તિકતાને ને પાપને સ્પર્શ થાય. આ વાત દુરાગ્રહી ધાર્મિકાએ ભયંકર રૂપે ચીતરી છે; જેમકે, નેમિચન્દ્રના પશિતમાં એ વિશે આમ લખ્યું છે
માણસ ગમે એટલે પવિત્ર ને ડાહ્યો હોય તે પણ તે મિથ્યાગુરૂ હેય તે તેને ત્યાગ કર.
મસ્તક ઉપર મણિવાળા વિષયુક્ત નાગની જેવા એ છે.” .
પણ બધા જેનલેખકે કંઈ એવા દુરાગ્રહી નથી. અનેક લેખકે બીજા ધર્મનાં દર્શનેને ન્યાયબુદ્ધિએ તેલ કરે છે, અને