________________
(૩૧૫) દુષમાના આરંભમાં જૈનધર્મમાં અનેક શ્રદ્ધાશીલ શિષ્ય હતા અને પછીના સમયમાં પણ અનેક નવા શિષ્ય થયા હતા, છતાં એ આરે જેમ જેમ આગળ વધતે ચાલે છે તેમ તેમ તેના શિષ્યોની સંખ્યા ઘટતી જાય છે અને અત્તે છેક શૂન્ય થઈ જશે. રાજા વિમલવાહન અને તેને મંત્રી સુમુખ છેલ્લે ચૈત્ય બંધાવશે. જૈનસંઘના છેલ્લા માણસે આ થશે-સાધુ દુઃખસહસૂરિ, સાધ્વી ફશુશ્રી, શ્રાવક નાગિલ અને શ્રાવિકા સત્યશ્રી. (દિગમ્બરમતે આ પ્રમાણે થશે. સાધુ વીરંગજ, સાધ્વી સર્વશ્રી, શ્રાવક અગ્નિલ અને શ્રાવિકા ફગુસેના. એ સે અધ્યામાં થશે, દુઃષમા આરાના ૩ વર્ષ અને ૮ માસ બાકી રહેશે ત્યારે તે મરણ પામશે ને ૧લા સ્વર્ગમાં જન્મશે.)
શ્વેતામ્બર મત પ્રમાણે ચતુર્વિધ સંઘ ને જૈનધર્મ પાંચમા આરાની પ્રાતે જ્યારે લેપ પામશે ત્યારે જગતમાં મિથ્યાજ્ઞાનને પ્રચાર થશે. લગ્ન અને સમ્યફચારિત્ર વ્યવહારમાંથી નીકળી જશે અને અગ્નિને અને રાંધવાની કળાને પણ લેપ થશે.
૬ દુઃષમદુષમા. અશુભ દુઃષમ પછી એથીયે અશુભ દુઃષમદુઃષમા આરે પ્રવર્તશે. દુષમાની પેઠે એ પણ ૨૧૦૦૦ વર્ષ ચાલશે. સમસ્ત જગત્ દુઃખે ભરાઈ જશે અને લોકોના આર્તનાદ અસહ્ય થશે. સૂર્યમાંથી અસહ્ય ગરમી નીકળશે, ચન્દ્રમાંથી અસહૃા શીતળતા આવશે, તેથી દિવસ ભયંકર ગરમ અને રાત ભયંકર ઠંઘ લાગશે. મૃત્યુ પમાડે તે વાયુ પૃથ્વી ઉપર વાશે અને તેથી વટેળીઆ થઈ ભયંકર કાળી ધૂળ ઉડશે ને દિશાઓ પૂરી કાઢશે. આર
ભમાં મનુષ્ય ૨૦ વર્ષ જીવશે, પણ વખત જતાં એ આયુ ટુંકુ થતું જશે અને એ આરાને અન્ત મનુષ્ય માત્ર ૧૬ વર્ષ જીવશે. આરંભમાં શરીર૫રિમાણ ૨ હસ્ત હશે, પણ અત્તે માત્ર ૧ જ હસ્ત હશે. મનુષ્યને જતુ પજવશે, એને ગુફાઓમાં રહેવું પડશે અને તેમાંથી માત્ર પ્રભાતે ને સધ્યાકાળે જ બહાર નીકળાશે; કારણ કે રાત્રે ચન્દ્રની ઠંઘ અને દિવસે સૂર્યની ગરમી એટલી