________________
- ( ૩૨:) તેથી તે કન્યાઓ સાથે એમણે લગ્ન કર્યું. રાતે મહા ઠાઠમાઠથી વરઘડે નીકળે. પરણીને ઘરે ગયા. હવે એક રાજપુત્ર નામે પ્રભવ લુંટારાને ધધ કરતું હતું, તે મેટી લૂંટ કરવાને મનસુબે રાજગૃહમાં આવ્યું. પ્રભવની પાસે એક જાદુમંત્ર એ હતું કે જેને બળે બારણાં ઉઘડી જાય ને તાળાં ત્રુટી જાય. બીજે જાદુમંત્ર એ હતો કે જેને બળે એ સને નિદ્રામાં નાખે. એ મંત્રને બળે એ જંબુના ઘરમાં પેઠે, પણ સૌ સ્ત્રીઓની વચ્ચે એકલા જંબૂને એણે જાગતા જોયા. જંબૂએ એને કહ્યું કે “તારૂં જાદુબળ મારા ઉપર કશું ચાલવાનું નથી, કારણ કે હું તે ભાવસાધુ છું ને કાલે જ સવારે દીક્ષા લેવાને છું.” વ્રત ન લેવાનું અને સ્ત્રીઓ સાથે સંસારસુખ ભેગવવાનું પ્રભવે જંબૂને ઘણું સમજાવ્યું, પણ એમણે એને અને ચારે બાજુથી જાગી ઉઠેલી સ્ત્રીઓને કુવામાંના મનુષ્યની (મધુબિંદુની) અને બીજી કથાઓ કહી અને સંસારજીવનની અસારતા અને અનિત્યતા વિષે ઉપદેશ આપે. એ ઉપરથી સ્ત્રીઓએ દીક્ષા લેવાને નિશ્ચય કર્યો, લૂંટારે પણ એ નિશ્ચય ઉપર આવ્યું, તે પિતાના માબાપ પાસે ગયે અને દીક્ષા લેવાને તેમની પરવાનગી લીધી. બીજે દિવસે જમ્મુએ સુધર્મા પાસે દીક્ષા લીધી, ૮ સ્ત્રીઓએ અને બીજા સંબંધીઓએ (નવેના માતાપિતાએ) પણ દીક્ષા લીધી. પ્રભવ પણ પ૦૦ ચાર સાથે સાધુ થયે અને જબૂને શિષ્ય તેમજ સહચર બની રહ્યો.
સુધર્માને કેવલજ્ઞાન થયું, એટલે જંબુસ્વામી ગણધર થયા. સુધમ નિર્વાણ પામ્યા પછી એક વર્ષે એ કેવલી થયા અને પછી છેકે કાળે (મહાવીરના નિર્વાણ પછી ૬૪ વર્ષે ) નિર્વાણ પામ્યા. ત્યારપછી કેઈ પરમાવધિજ્ઞાન પામ્યું નહિં, કઈ મન" ય જ્ઞાન પામ્યું નહિ, કઈ કેવલજ્ઞાન પામ્યું નહિ
કોઈ નિર્વાણ પણ પામ્યું નહિ. કારણ કે નિર્વાણ પામતા 1 કેવલજ્ઞાન પામવું જ જોઈએ અને ક્ષપકશ્રેણિ ઉપર પણ ઈિએ. તેને માટેની જે દૈવીશક્તિઓ હેવી જોઈએ ચ થઈ ગઈ૬ મહાવીરે પ્રવર્તાવેલ જિનચાર તે છેવટના કેવલી પછી બંધ થાય છે એ 'મત છે.