________________
(૩૧ ) સમજાવીને જૈનધર્મમાં લીધા હતા. બીજી કથા એવી છે કે તીર્થકરે એક ગ્લૅકને અર્થ કરવા એક વૃદ્ધજનને આપે, તે ગૌતમ પાસે ગયે ગતમને નહિ આવડ્યાથી તેને મહાવીરની પાસે એના અર્થ માટે જવું પડ્યું. ત્યાં મહાવીરે અનેક પ્રશ્નના ઉત્તર ગતમને આપ્યા ને તેમને નમાવ્યા. તીર્થકરે આપેલે ઉપદેશ જે ધર્મગ્રન્થમાં છે, તેમાંના અનેક ગ્રન્થ ગેમના રચેલા છે. બીજા અનેક શિષ્ય તીર્થકરના જીવનકાળમાં કેવલજ્ઞાન પામેલા અને નિર્વાણ પણ પામેલા, પણ મૈતમ તે તે તીર્થકરના નિર્વાણ પછી જ કેવલી થયેલા, કારણ કે ત્યાં સુધી પ્રભુપ્રત્યે એમને અતિશય સ્નેહ ને માન હતું ને તેથી રાગદ્વેષથી સપૂર્ણ મુક્ત થઈ શક્યા નહોતા; એ રાગદ્વેષ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય પણ નહિ. ગૌતમ ૧૨ વર્ષ સુધી કેવલી રહ્યા ને ૯૨ વર્ષની ઉમ્મરે રાજગૃહમાં નિર્વાણ પામ્યા. - તીર્થકરના બીજા મેટા શિષ્ય (પાંચમા ગણધર) સુધર્મા હતા, તે પણ બ્રાહ્મણ હતા. તીર્થકરની પછી પણ એ જીવતા હતા. મહાવીરના નિર્વાણ પછી સંઘનિર્વાહને ભાર એમણે લીધે. ૧૨ વર્ષ પછી એ કેવલજ્ઞાન પામ્યા એટલે એમણે એ ભાર પિતાને માથેથી ઉતારી જંબુસ્વામીને દીધે. ત્યારપછી એ ૮ વર્ષ જીવ્યા અને ૧૦૦ વર્ષની ઉમ્મરે નિર્વાણ પામ્યા.
સુધર્માની પછી એમના શિષ્ય બૂસ્વામીપ ગણધર થયા. એ એક મેટા શેઠના પુત્ર હતા. શેઠ ઘણા કાળ સુધી અપુત્ર હતા. એકવાર એ પોતાની સ્ત્રી સાથે સુધર્માની પાસે જબૂવૃક્ષના અધિષ્ઠાતા વિષે કથા સાંભળતા હતા, ત્યારે સુધર્માએ ભવિષ્ય ભાખ્યું કે તમને એક પુત્ર થશે ને એનું નામ જંબૂ રાખજે.” ભવિષ્યવાણી ખરી પડે; જમ્બુ જમ્યા. તે ઉછરવા ને માબાપને આનંદ આપવા લાગ્યા. જ્યારે એ મેટા થયા ત્યારે એમને વિવાહ રાજગૃહમાં આઠ ધનિક શેઠની (૮) કન્યા સાથે કર્યો, પણ એમને તે સુધર્માના ઉપદેશથી વૈરાગ્ય થયો હતો. તેથી દીક્ષા લેવા ઈચ્છતા હતા અને બ્રહ્મચર્યવ્રત લીધું પણ હતું. માબાપને એથી બહુ દુનિયુક્ત