________________
( ૨૧ ) ભવમાં સૈ સાથે જન્મી શકે એટલા માટે સૌએ બરાબર સરખા પ્રકારનું તપ કરવું એ એ સૌએ ઠરાવ કર્યો. એ ઠરાવની વિરૂદ્ધ મહાબલે ગુપ્ત રીતે પિતાના મિત્ર કરતાં વધારે ઉપવાસ કર્યા. એમણે તીર્થકર નામકર્મ બાંધ્યું. એમણે પોતાના મિત્રો વિરૂદ્ધ માયા કરી હતી, તે પિતાનું કાર્ય કરી રહી હતી એટલે એણે મહાબલને સ્ત્રી–વેદ કર્મનું બંધન કરાવ્યું. એને પરિણામે એવું બન્યું કે પોતાના મિત્રોની સાથે વૈજયન્ત નામના સ્વર્ગે ગયા પછી પૃથ્વી ઉપર સ્ત્રીરૂપે અવતર્યા. રાણું પ્રભાવતી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે માલ્ય (કુલમાળા) ઉપર સુવાનું દેહદ થયું અને દેવેએ એનું એ દેહદ પૂરું કર્યું, તે ઉપરથી નવી જન્મેલી પુત્રીનું નામ મલ્લી પાડ્યું.
મલી યુવાવસ્થામાં બહુ સુન્દર થયા. એ મહા બળવાન હતા. પૂર્વભવના છ મિત્ર રાજપુત્રો થઈ આ ભવમાં જન્મ્યા હતા. તે સે એમના લાવણ્યથી અને સ્નેહથી તેના પર મુગ્ધ થયા હતા અને એ સએ આ જન્મમાં એમની સાથે લગ્ન કરવાને સંકલ્પ કર્યો હતે. પણ એમના પિતાએ એમાંના કેઈને સ્વીકાર કર્યો નહિ. આથી એ સે રાજકુમારે ક્રોધે ભરાયા, એકઠા થયા ને મિથિલા સામે યુદ્ધે ચડ્યા. એમણે નગરને ઘેરો ઘાલ્ય અને રાજા છેક નિરૂપાય થઈ ગયે. મલ્લીએ પિતાને સલાહ આપી કે “મારી કન્યા તમને આપીશ” એવું વચન આપીને એ સૌ રાજાઓને આ માયામન્દિરમાં બેલા. એ સે એ પ્રમાણે કહેવરાવવાથી એ મન્દિરમાં આવ્યા. ત્યાં એવી વ્યવસ્થા કરી હતી કે જાળીદાર પડદાની પાછળ એક આસન ઉપર મલ્લીના જેવી એક પુતળી દેખાય. છએ રાજાઓએ એ પુતળી જોઈને એને મલ્લી માની લીધી. પછી રાજકન્યાએ આવીને ફૂલે ઢાંકેલું તેના માથાપરનું દ્વાર ઉઘાડયું, ત્યારે તેમાં થઈને એ પુતળીમાંથી અતિશય ઘણાજનક દુર્ગન્ધ ઉછ . છે રાજાઓ પિતાને પરણવાને બળાત્કાર કરશે એવું મલ્લીએ બહુ દિવસ પહેલાંથી જ પિતાના અવધિજ્ઞાને કરીને જાણી લીધું હતું, તેથી તે સમયથી જ એ પુતળી પિતાની જેવી જ કરાવીને ત્યાં મૂકાવી હતી અને પેલા દ્વારદ્વારા તેમાં રાંધેલું અનાજ નખાવતી હતી, તેથી એવા પ્રકારની દુર્ગધ તેમાં થઈ ગઈ હતી.