________________
( ૯ ) ક્રોધે ભરાઈને તે સૌને શાપ દીધે ને તેથી એ ખુધી થઈ ગઈ સેમી કન્યા પુજાએ એ તુચ્છ વૃદ્ધની સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું. જમદગ્નિએ એની સાથે લગ્ન કર્યું, બીજી કન્યાઓને સાજી કર્યા પછી રેણુકાને લઈને વનમાં ગયે. ત્યાં નિર્બળ શરીરે, પણ પ્રબળ કામવાસનાઓ, રેણુકા સાથે વિલાસ ભેગવવા લાગ્યો. રેણુકાને
તુપ્રાપ્તિને સમય પાસે આવ્યું, ત્યારે જમદગ્નિએ એક પાત્રમાં કંઈક સામગ્રી તૈયાર કરી આપીને તે ખાઈ જવાનું રેણુકાને કહ્યું; કારણ એથી રેણુકાને બ્રાહ્મણગુણસમ્પન્ન પુત્ર થાય. રેણુકાની પ્રાર્થનાથી એની બેન માટે ષિએ બીજું પાત્ર તૈયાર કરી આપ્યું. એ પાત્રમાં ક્ષત્રિયગુણસમ્પન્ન પુત્ર આપવાની શક્તિ હતી. રેણુકાની બેન હસ્તિનાપુરના રાજા અનન્તવીર્યની રાણી હતી, તેને માટે એ પાત્ર એણે તૈયાર કરાવ્યું હતું. “વનવાસ જીવન ગાળનાર વનપશુ જે કષિપુત્ર પ્રાપ્ત કરવા કરતાં બળવાન યુદ્ધપ્રિય પુત્ર ઉત્પન્ન કરે એ સારું.” એ વિચાર એ વખતે રેણુકાને આવ્યું. એથી એણે પાત્ર બદલી નાખ્યાં. ત્યારપછી વખત જતાં રેણુકાને પેટે રામ અવતર્યો અને એની બેનને પેટે કૃતવીય અવતર્યો. રામ સબળ યુદ્ધ થયું અને એક વિદ્યાધર પાસેથી એને અદ્ભુત પરશુ મળી, તેથી એ પરશુરામ કહેવાયો. - એક્વાર રેણુકા પિતાની બેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં એ ઋષિપત્ની સાથે એને બનેવી અનન્તવીર્ય કામગ ભેગવવા લાગે, ને તેથી એને એક પુત્ર સાંપડ્યો. રેણુકા એ પુત્રને લઈને વનમાં પાછી પિતાના પતિ પાસે ગઈ, ત્યારે રામે એ બંનેને મારી નાખ્યાં. એના વધનું વેર લેવાને અનન્તવીર્ય આશ્રમમાં ગયે અને રામની ગેરહાજરીમાં એના સ્થાનને સમૂળ નાશ કર્યો. રામે ત્યારપછી અનન્તવીર્યને મારી નાખે. એના પછી એની ગાદીએ કૃતવીર્ય બેઠે ને એણે જમદગ્નિને મારી નાખે, પણ પાછે તે રામની પરશુને ભેગા થઈ પડ્યો. કૃતવીર્યની વિધવા તારાને સારી આશા હતી, તે ઋષિથી બચીને નાશી છુટી વનમાં જતી રહી.
૩૭