________________
(૨૭૪) કષભના પુત્ર ભરત એ ભરતવર્ષના ૧ લા ચક્રવત હતા અને એમને નામે એ વર્ષનું નામ ભરતવર્ષ પડ્યું. તેઓ દિવિજય કરવા નીકળ્યા ત્યારે એમણે અભુત કાર્યો કર્યા. એમના રાજ્યની ઉત્તર સીમાએ જે યવન લોક વસતા હતા તેમની સાથે મળી જઈને મેઘકુમારના દેએ ભરતની સેના ઉપર સાત દિવસ સુધી અખંડ વરસાદ વરસાવ્યા, ત્યારે ભારતે ચર્મરત્નપર બધી સેનાને ચડાવી દીધી અને તેની ઉપર છત્રરત્ન ધર્યું એટલે અર્ધ ગળાકાર પેટીમાં રક્ષણ પામે એમ એ સેના રક્ષણ પામી અને તેને કશી હાનિ થઈ શકી નહિ. વળી પૃ. ૨૬૨ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે ચર્મરત્ન ઉપર અનાજ વાવી તરત ઉગાડીને સેનાનું પોષણ કર્યું. એમ સમસ્ત ભરતવર્ષ ઉપર દિવિજય કર્યો. પછી એ પિતાની રાજધાનીમાં પાછા આવ્યા. હવે એમણે પિતાના ૯૮ ભાઈઓને તાબે થવાની આજ્ઞા કરી. રાષભે એ સૌને જુદું જુદું રાજ્ય આપ્યું હતું, તેથી ભરતની આજ્ઞા માનવી કે નહિ? તે સંબંધે તેઓ કંઈ નિર્ણય ઉપર આવી શકયા નહિ તેથી પિતાના પિતા પાસે ગયા. તેમને એમણે પ્રશ્ન કર્યો જે ભરત અમારા રાજ્ય લઈ શકે કે કેમ ? અને અમારે તેની સાથે યુદ્ધ કરવું કે તાબે થવું ? ત્યારે રાષભે તેમને ધર્મોપદેશ કર્યો. એમની વાણી સાંભળીને સંસારસુખની અસારતા એ સમજી ગયા અને સાએ દીક્ષા લીધી. આથી ભરત તેમના રાજ્યના પણ અધિકારી થયા. હવે એમને ભાઈ બાહુબલિ એકલે જ એ રહ્યો છે એમની સ્વાધીનતા સ્વીકારતા નહોતા. તેથી ભરતે દૂત મોકલી પિતાની સ્વાધીનતા સ્વીકારવાનું એમને કહાવી મોકલ્યું, પણ બાહુ બલીએ તે તલવારથી પિતાના હક્કનું રક્ષણ કરવાને નિશ્ચય કર્યો હતું. જ્યારે બંને ભાઈની સેનાઓ સામસામે આવીને ઉભી રહી, ત્યારે બાહુબલિએ કહાવી કહ્યું કે આપણે બે રાજાએ જ જાતે યુદ્ધ કરીને નીકાલ આણ. દષ્ટિયુદ્ધમાં, વાગ્યુદ્ધમાં, દંડયુદ્ધમાં અને મુષ્ટિયુદ્ધમાં બાહુબલિએ ભરતને હરાવ્યા. ભરતનું ચક પણ બાહુબલિને કશી હાનિ કરી શકયું નહિ. આમ બાહુબલિ વિજયી થયા, એટલામાં એકાએક પિતાના ભાઈઓની પેઠે દીક્ષા લેવાની