________________
(૨૫૭) ધર્મને પ્રચાર કરવાને તીર્થકર વિહાર કરે છે. જ્યાં જ્યાં એ વિચરે છે, ત્યાં ત્યાં સૌ લેક એમની સમીપ, એમને બધા સાંભળવા દેડી આવે છે, કારણ કે એ લેકની ભાષા ગમે તે હોય, પણ તીર્થકરના શબ્દ બધા સમજી શકે છે.
પછીની કલ્પના પ્રમાણે તીર્થકર લેકિક પ્રકારની નહિ, પણ અલૈકિક પ્રકારની ભાષાઓ-ગ્રણી ભાષાએ બેલે છે. એ પોતાના વિચાર અમુક પ્રકારે ગુપ્ત માર્ગે પ્રેરે છે અને એમના શ્રોતા ઉપર એની બરાબર અસર થાય છે; એક ગણધર પછી એ વિચારને લેકભાષામાં બોલે છે અને પછીથી એ સૌ એ લોકભાષામાં ઉતારી લેવાય છે. | તીર્થકરેના ઉપદેશને પરિણામે હજારે લેક તેમને મત સ્વીકારે છે. અસંખ્ય પુરૂષ અને સ્ત્રીઓ શ્રાવક અને શ્રાવિકા થઈને તેમના ધર્મને પાળે છે; અને અનેક લોક ગૃહ તજી નિગ્રહી થાય છે એટલે કે પિતાના જીવનમાં ધાર્મિક આચાર આચરવા સાધુ અને સાધ્વી થાય છે.
પ્રત્યેક તીર્થકરને ૩૪ અતિશય હોય છે. જૈનદર્શનમાં આનું વિગતવાર વર્ણન આપેલું છે.*
૪ અતિશય જન્મથી હોય છે -૧ એમને દેહ અભૂત સ્વરૂપવાનું અને અદ્ભુત સુગન્ધવાનું હોય છે, વ્યાધિ, પ્રસ્વેદ અને મળથી રહિત હોય છે. ૨ એમને શ્વાસ કમળના જે સુગન્ધવાનું હોય છે. ૩ એમનું રૂધિર ગાયના તાજા દૂધ જેવું વેત હોય છે, માંસમાં માંસને દુર્ગધ નથી હોત. ૪ એમની આહાર અને મળ–ક્રિયા ચર્મચક્ષુથી જોઈ શકાતી નથી. 1 ક આ મત ક્વેતામ્બર છે. દિગમ્બરે માને છે કે કેવલી આહાર જ કરતા નથી, કારણ કે જે કરે તે એમને સુધા હોવી જોઈએ પણ સુધા કદી તૃપ્ત થઈ શકતી નથી અને તેથી નવીન કર્મનું કારણ બને છે. શ્વેતામ્બરે કહે છે કે શરીર રાખવાને જ એ આહાર કરે છે ને બીજા પ્રાણુઓથી તે જુદા પ્રકાર હોય છે." ---