________________
(૨૪૩ ) તેથ્રી આગલી સંધ્યાએ આથમે સૂર્ય ન હોઈ શકે, પણ તેનાથી જુદો બીજે જ સૂર્ય હોઈ શકે. એ બે સૂર્ય વચ્ચેને ભેદ આખે કરી શકાતું નથી. ત્રીજે દિવસે સવારે પાછે પહેલા દિવસને સૂર્ય તે દરમિયાન મેરૂની આનેય દિશાએ આવી પહોંચીને ઉગે છે અને એ વ્યવસ્થા નિરન્તર ચાલી જાય છે. એ જ કારણે જેને જબૂદ્વીપમાં બે ચન્દ્ર, બે સૂર્ય અને એ પ્રમાણે બધું બેવડું માને છે. પણ ભારતવર્ષમાં તે એકેકાળે એમાંનું એકેક જ દેખાય છે, અને બંને એકમેકની સાથે દેખાવમાં સરખાં છે, તેથી દેખાવમાં કશે ભેદ પડતું નથી.” ૩૬
જમ્બુદ્વીપ ઉપર જેટલા તિષ્ક છે તેથી બીજા દ્વિીપ અને સમુદ્રો ઉપર સ્વાભાવિક રીતે જ વધારે હોય છે. કારણ કે તે મેરૂથી બહુ દૂર આવેલા છે અને સૂર્ય ચંદ્ર વધારે હોવાથી તેને પરિવાર પણ વધારે હોય છે.
પુષ્કરદ્વીપમાં વચ્ચે વચ્ચે જે માનુષેત્તર પર્વત આવે છે તે એ દ્વિીપના બે સરખા ભાગ કરે છે. મેરૂથી એ પર્વત સુધીના ૨ ખંડમાં મનુષ્ય વસે છે, એ પર્વતની પેલી પાર જતિષ્ક ખસતા નથી, પણ પિતાને સ્થાને સદા સ્થિર રહે છે. ત્યાં સૂર્યને ચંદ્ર એકમેકથી ૧૦૦૦૦૦ પેજન દૂર છે, અને તેમનાં અનેક વર્તુળ બનેલાં છે.
મેરૂ પર્વતની ઉપર અસંખ્ય યોજન પછી શરૂ થતા અને માળ ઉપર માળમાં બેઠવાયેલા ઉદ્ઘલેકમાં રહેલા વિમાનમાં વૈમાનિકે વસે છે.
એકેક વિમાનમાં (નીચેથી ઉપરને અનુક્રમે) કેટકેટલા માળ આવેલા છે તેની હકીકત નીચે આપું છું. ૧ થી ચેથા પ્રદેશમાં બે બે વિમાન છે; એક ઉત્તરમાં, એક દક્ષિણમાં ને નવમાથી બારમા પાછળના કેષ્ટકમાં તેને માટે ઉ અને ૬ અક્ષરે મૂક્યા છે. વેતામ્બર અને દિગમ્બર મતમાં જે ભેદ છે તે પણ એ કોષ્ટકમાં સાથે સાથે બતાવ્યું છે. - —