________________
( ૨૩૬ ) મધ્ય ભાગે ચારે બાજુએ મનુષોતર પર્વત મોટા વર્તુળના જે આવી રહેલ છે. કાળાદ તરફના અર્ધા ખંડને અત્યાર સુધીનું કેટલુંક વર્ણન બંધબેસતું આવે છે. અહીં પણ ૧૨ પર્વત અને ૧૪ વર્ષ છે. માનુષેત્તરની પેલી પાર મનુષ્યની વસ્તી નથી, માત્ર તિર્થની વસ્તી છે. ત્યાંના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ને તારા ખસતા નથી, પોતાને સ્થાને સ્થિર જ રહે છે. માનુષેત્તરની પેલી પાર કાળ પ્રવર્તતે નથી, ગાઢ શાન્તિ પ્રવર્તે છે. બીજી એક વિશિષ્ટતા એ છે કે કાલેદ પછીના સમુદ્રમાં જળજન્તુ બહુ હેતાં નથી. મધ્યકની સીમાને અત્તે આવેલા સ્વયંભૂરમણ સમુદ્રમાં પાછા વધારે જળજતુ દેખા દે છે.
अधोलोक મધ્યલોકના ધરાતલની નીચે એકમેકની નીચે ૭ અન્તર્દેશ (નરક) આવેલા છે, તેમાંના સૌથી ઉપરના નરકના કેટલાક ભાગમાં દેને વાસ છે, નીચેના ભાગમાં માત્ર નરક જ છે, તેમાં જીવ પિતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત ભયંકર દુઃખ ભેળવીને કરે છે.
સૌથી ઉપરનું પાતાળ પત્તમા નામનું છે, એમાં એકમેકથી ઉપર એવા ત્રણ વિભાગ ( કાંડ ) છે; ૧ સમાજ, ૨ વંવમાન, ૨ અબદુત્તમાજ (કાપ દુર ). ઉપરના બેમાં અવનવાસી અને શ્યન્તર વર્ગના દેવ રહે છે. દેવ વિષેનું વધારે વર્ણન ઉર્વકના વર્ણનમાં આવશે. ત્રીજા ભાગમાં અને તેની નીચેનાં બધા પાતાળમાં પિતાનાં પાપનાં ફળ ભેગવતા પાપી જી રહે છે.
દરેક પાતાળમાં અનેક માળ (પ્રતર) હોય છે. સૈથી ઉપરનામાં સૌથી વધારે છે અને જેમ નીચે, તેમ તેમ તેમાં ઓછા માળ (પ્રતર) છે. દરેક પ્રતરની વચ્ચોવચ્ચ એકેક નરકાવાસ છે અને ત્યાંથી ચારે દિશામાં બીજા અનેક નરકાવાસ છે, આ નરકાવાસની વચ્ચે ખાલી પડતી જગામાં વળી બીજા નચ્છાવાસ છે. નીચે ઉતરતાં નરકાવાસની સંખ્યા પણ ઓછી થતી જાય છે. '
એ સાતે પાતાળ (નરક) નાં નામ, અને તેના માળ (પ્રતર) ની અને તેમાંનાં નસ્ટાવાસની સંખ્યા નીચે આપેલી છે.