________________
(૧૩) તપ બે પ્રકારનું છે. ૧ જાતિ અને ૨ ચિનાર તવ બાહ્યતપના નીચે જણાવ્યા પ્રમાણે ૬ પ્રકાર છે.
૧ અનરનઃ કેવળ ઉપવાસ.
૨ અમૌર્ચ: સપૂર્ણ ભોજનને બદલે તેને કંઈક અંશ લે તે. (ઉનેદરી રહેવું તે)
૩ વૃત્તિ: આ તપમાં એવી પ્રતિજ્ઞા હોય છે કે આહારના પદાર્થો અમુક સંખ્યામાં લઈશ, અથવા અમુક સ્થાનેથી ભિક્ષા લઈશ, અથવા અમુક સમયે જ આહાર લઈશ, અથવા અમુક સ્થિતિમાં જ લઈશ વગેરે.
૪ પરિત્યાગ: દૂધ, ઘી વગેરે સ્વાદિષ્ટ લાગતા પદાર્થોને ત્યાગ.
૫ સંસીનતા ઈન્દ્રિયને વ્યાપાર થઈ શકે એવા સર્વ સ્થાનથી દૂર રહેવું તે, ખાસ કરીને પિતાના સ્થાનકની પાસે વિરૂદ્ધ જાતિવેદનું માણસ ન હોય તેની કાળજી રાખવી.
દ જયા શીતમાં તેમજ ઉષ્ણમાં ધ્યાન ધરવા બેસવું, અવયવોને ઉપગ બંધ કરે, શરીરે કઈ કરડતાં વલુરવું નહિ, અમુક જગાએથી ખસવું નહિ, વગેરે અનેક પ્રકારે કાયાને કલેશ આપ તે.
ઉપરની હકીકતથી જણાશે કે વિવિધ પ્રકારના પરિસરને બીજે પ્રકારે ગોઠવીને તેના બાહ્યતપના પ્રકાર બનાવ્યા છે. જૈન સાધુ સર્વ પ્રકારના કલેશ ને દુઃખ સ્વીકારી લે છે, ને તેની સામે થતા નથી. બ્રાહ્મણ સમ્પ્રદાયના સાધુ પ્રાયશ્ચિત કરવા માટે, ખીલાની પથારી ઉપર બેસે છે અને એવી કૃત્રિમ રીતે પોતાના કલેશસહનમાં ઉમેરો કરે છે, જેને સાધુ એવી પ્રણાલી સ્વીકારતા નથી.
અભ્યન્તર તપના પણ નીચે જણાવ્યા પ્રમાણે ૬ પ્રકાર છે. - ૧ ડાયાશ્ચિત: ગુરૂની અથવા સાધુની સમક્ષ પાપ સ્વીકાર કરી તે બતાવે તે પ્રાયશ્ચિત કરવું.