________________
ચડવાનું થાય તે એ પતન પછી એ વ્યકિત ક્ષપણિ પામી શકે ને નિર્વાણ પામી શકે.
ક્ષપકશ્રેણિ કર્મના ક્ષયને માટેની શ્રેણિ છે. આઠ વર્ષની ઉપરની ઉમરને, શ્રેષ્ઠ સંહનનવાળા, ૪ થા થી ૭ મા ગુણસ્થાનમાં હોય તે મનુષ્ય આ- શ્રેણિએ ચી શકે છે. વિવિધ પ્રકારનાં સત્તા કર્મનો એ સમૂળતાએ નાશ કરી શકે છે. અન્ત એ તો વેવની સર્વજ્ઞથાય છે, ત્યારપછી એ શેડો કાળ પૃથ્વી ઉપર વિચરે છે ને ત્યારપછી નિર્વાણ પામે છે.
૧૪. ગુણસ્થાન કર્મની સંપૂર્ણ બંધનવાળી સ્થિતિથી માંડીને તે તેનાથી સપૂર્ણ મુક્તિ સુધીની ૧૪ શ્રેણિ છે, તેને ગુણસ્થાન કહે છે. એ શ્રેણિઓને ન્યાયપ્રણાલીએ ગોઠવેલી છે, એટલે કે દરેક શ્રેણિમાં જીવે કેટલે કાળ રહેવાનું છે તે દષ્ટિએ નહિ, પણ નીચેની પાદશાથી ઉપરની પવિત્ર દશામાં જવાનું છે તે દષ્ટિએ ગોઠવેલી છે. કારણકે અમુક શ્રેણિએ ચડ્યા પછી જીવે પાછું ત્યાંથી ઉતરવું પણ પડે અને ત્યાંસુધી કરેલે વિકાસ સર્વ કે કઈક અંશે પાછા ફરી કરે પડે. જે નીચેની વાત ધ્યાનમાં લેશું તે ઉપરની વાત સમજાશે, કેટલાંક ગુણસ્થાનમાં જીવની સ્થિતિ થોડીક પળે સુધી જ રહે છે, અને તેથી એવું પણ બની શકે છે કે સવારમાં જીવ અમુક ગુણસ્થાને ચડે છે, બપોરે ત્યાંથી પાછો પડે છે ને વળી સાંજે પાછો તે ને તે ગુણસ્થાને વળી ચડે છે. આમ પાછું પડવાનું થાય છે એ વાત ધ્યાનમાં ન લઈએ, તેપણુ ચદેય ગુણસ્થાન બરાબર અનુક્રમે ચી શકાવા અશકય છે. કારણકે ૧લા ઉપરથી બીજાજ ઉપર સીધું જવાનું ખાસ કારણ નથી. તેમજ ૧૨ માથી ૧૪મા સુધીની પહેલાં ૧૧ માથી ઉપર જવાતું નથી, ત્યાંથી તે પાછા પડવું જ પડે છે. અનુક્રમે એકે એક ગુણસ્થાન ઉપર ચડવાની વિવિધ શકયતા વિષે ગયા પ્રકરણમાં જણાવ્યું છે.
દરેક ગુણસ્થાન અનુક્રમે નીચે આપું છું ને સાથે સાથે તેની વિશેષતા પણ આપું છું.