________________
(૧૯૦ ) સમ્યફચારિત્રના ઉતરતા પ્રકાર છે અને થોડાંક કર્મ જ્ઞાન, દર્શન ને શકિતને રોકનારા કંઈક અંશે કાર્ય કરતાં બંધ પડ્યાં છે.
આ પાંચ ભાવના કંઈક વ્યવસ્થાષ્ટિએ વળી ૫૩ પ્રકાર પાડ્યા છે. એ બધા ભાવમાંથી ઓછા કે વધારે જીવમાં એકે સમયે હોય. આ પાંચ ભાવને સિધાન્ત સ્થાપવાને હેતુ એ છે કે જીવને સ્વભાવસિદ્ધ ભાવ કર્યો છે, કર્મફળને કારણે કયા ભાવ થાય છે અને એ ફળ ન થવાને કારણે ક્યા ભાવ થાય છે તે જણાવી શકાય.
નીતિ. નીતિનું ધાર્મિક કારણ,
દુખનું વર્ણન અને માની શકયતા - “ અવારઃ સંસાઃ સંસારને આવું વિશેણુ આપીને જેનસિધ્ધા
ન્ત દેહધારીના ભવની અસારતા સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. તેને મતે બધા જીવ, ગમે તે નરકલેકમાં, કે તિર્યંચ અથવા મનુષ્યલોકમાં અથવા દેવલોકમાં હોય, તે પણ તે બધા જીવ દુઃખમાં પડ્યા છે, કદાપિ તૃપ્ત ન થાય એવી વાસનાએ પીડાય છે અને વેદનાના તથા મૃત્યુના ભેળ બને છે, અનેક ઉપદેશમાં અને ગ્રન્થમાં, કથાઓમાં અને કાવ્યમાં પંડિતે વારંવાર આનું આ સત્ય જણાવ્યે જાય છે અને શ્રાવકના મન ઉપર એની એ વાત ફરી ફરીને તીવ્ર ભાવે ઠસાવતા કંટાળતા નથી. હેમચંદ્ર પિતાના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” માં વ્યવસ્થિત રીતે શેઠવીને તીર્થકર પદ્મપ્રભુ પાસે એક ઉપદેશમાં લાવરાવે છે કે નીચતમથી ઉચ્ચતમ સુધીના સે જીવ દુઃખમાં પડ્યા છે.”
પિતાના પાપનું ફળ ભેગવવાને ઉષ્ણ અને શીત નરકમાં આ જીવ ભયંકર દુઃખ ભેગવે છે. ભયંકર અસુરે એમનાં શરીર વહેરે છે અને ભયંકર હથિયારોથી તેમને વેદના આપે છે, તાવડામાં તળે છે અને એમની આંખે સેવ નાખે છે. તેમના