________________
(૧૮૩). મનુષ્યમાં જે સમ્યગ્દષ્ટિ હોય છે, તેમને જ છેલ્લા બે પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. બાકીનાં ત્રણ પ્રકારનાં જ્ઞાન તેવી દષ્ટિ વિનાનાને પણ પ્રાપ્ત થાય છે. છે–નથીનું છેટું જ્ઞાન વિવેકશૂન્ય અને ગમે તેવું હોય છે. તેથી સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન તે સાચું નથી અને તેથી એને શાન કહે છે. ઉપરનાં ૫ પ્રકારનાં જ્ઞાન તથા આ ૩ પ્રકારનાં પ્રાન (મતિ-અજ્ઞાન, શ્રુત-જ્ઞાન તથા ઝવધિ-જ્ઞાન અથવા તે, વિવાન ) મળીને ૮ પ્રકારનાં જ્ઞાન થાય છે. એ રીતે જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય નહિ, ત્યાંસુધી સર્વ જી અજ્ઞાન હોય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાની સાથે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેને ખરી પેટી દષ્ટિ હોય છે, તેનામાં કઈક જ્ઞાન પણ હોય છે, કંઈક અજ્ઞાન પણ હોય છે.
સંસારી છને ૪ માંના પહેલા ૩ પ્રકારનાં દર્શન અને ૮ માંના પહેલા ચાર પ્રકારનાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલીને માત્ર કેવલદર્શન અને કેવલજ્ઞાન જ પ્રાપ્ત થાય છે, અને એમ જણાય છે કે એ દર્શનમાં અને જ્ઞાનમાં જાણે બીજા બધાં સમાઈ જતાં હોય, ગામની અંદર તેની જમીન પણ સમાઈ જાય છે તેમ. અથવા એમ પણ હોય કે એ દર્શનના અને જ્ઞાનના ઉદયથી બીજાં બધાં અદશ્ય થઈ જતાં હોય. સૂર્યના ઉદયથી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે અદશ્ય થઈ જાય છે તેમ.
સમ્યગ્દર્શન. જૈન ધર્મના પરમ સત્ય વિષેનું નિઃસંશય જ્ઞાન તે સમ્યદર્શન, સર્વજ્ઞ તીર્થંકરનાં, ધર્મશાસ્ત્રોનાં વચને ઉપર અને એ વચને વિષે વ્યાખ્યાન આપનાર ગુરુના શબ્દ ઉપર આસ્થા રાખવાથી એ દશન પ્રાપ્ત થાય છે. એ દર્શન જીવને સ્વભાવસિદ્ધ છે. દર્શનમેહનીય કર્મને બળે એ દર્શન થેડે કે ઘણે અંશે લુપ્ત રહે છે, થડે કે ઘણે અંશે એ કર્મનું બળ ઓછું થાય છે, તેમ તેમ થડે કે ઘણે અંશે એ દર્શન પ્રાપ્ત થતું જાય છે, એ કર્મને કેવળ ક્ષય થાય છે ત્યારે સંપૂર્ણ રૂપે પ્રાપ્ત થાય છે.