________________
(૩) સ્ટિવન્સને (Rev. J. Stevenson) ૧૮૪૮ માં સૂત્ર અને નવતરને અંગ્રેજીમાં ઉતાર્યા. ત્યારપછી સંસ્કૃત ભાષાના આચાર્ય આબ્રેષ્ઠ વેબરે (Albrecht Weber) ૧૮૫૮માં શત્રુંગામાચમાંથી અને ૧૮૬૬ માં માવતીમાંથી સુન્દર ભાગો વિણું કાઢી તેના અનુવાદ કર્યા. એ જ પંડિતે શ્વેતામ્બર સપ્રદાયના ગ્રન્થમાં પ્રવેશ કર્યો અને જેન-સંશોધનના વિવિધ પ્રદેશનાં દ્વાર પિતાના સંશોધનની અને લેખની ચાવીઓથી ખેલ્યાં.૪ એનાથી પ્રેરાઈને એચ થાકેબીએ, ઈ. લેઈમાને (E. Leumann), જે. કલા (J. Klatt), જી. બુઈલરે (G. Buhler), આર. હાઈલેંએ (R. Hoernle), ઈ. વિડશે (E. Windisch) વિવિધ પ્રકારના જૈનગ્રન્થ વિષે સંશોધન કરવા માંડયું; અને એલ. રાઈસે ( L. Rice), ઈ હશે (E. Hultmuch), એફ. કીલોને (F. Kielhorn), પી. પિટસને (P. Peterson), જે. ફર્ગ્યુસન (J. Fergusson) અને જે. બજેસે (J. Burgess) જેનસમ્પ્રદાયના હસ્તલેખના, શિલાલેખેના અને સ્મરણ મન્દિરનાં સંશોધન કરવા માંડ્યા.
શરૂઆતથી જ સંશોધકેએ સાહિત્ય એકઠાં કરવામાં અને તેને ઉપયોગ કરવામાં માત્ર સન્તોષ માન્યો નહિ, પણ જૈનધર્મના ઐતિહાસિક સ્થાનને નિર્ણય કરવાના પ્રયત્ન કર્યા. એ વિષે પ્રથમ કરેલા નિર્ણય માત્ર કલ્પનાજનિત ને ભૂલભરેલા હતા અને એમ, રેમનદેવ જનસના (Janus) અથવા તો યાહુદી પુરાણ પ્રસિદ્ધ (૨. ટિચેથી ૩:૮; એકસેડસ ૭:૧૧) મિસરી જાદુગર જન્મસના (Jannes ) નામ સાથે જૈન શબ્દને સં જવાની કલ્પના થઈ; મહા પ્રખ્યાત જૈન તીર્થ સ્વાતીતાના નામને પેલેસ્ટિના (Palastina=. Palastine ) નામ સાથે સમ્બન્ધ છે એવી પણ કલ્પના થઈ અને એવી એવી તે અનેક કલ્પના થઈ. કંઈક વધારે. સંભવનીય દેખાયાથી વળી એ પંડિતેઓ જૈન અને બૌદ્ધધર્મને સમ્બન્ધ જોડવાના પ્રયત્ન કર્યા. આ દિશામાં કંઈક પ્રબળ પ્રયત્ન પણ થયા. ( કેલબૂક જેવા). કેટલાકે એમ માન્યું કે ૌદ્ધધર્મને જન્મ જૈનધર્મમાંથી થયે છે, અને ત્યારે વિલ્સન (Wilson), લાસન અને એ. વેબર.(A. Weber.) જેવા અનેક