________________
(૧૭) ૧ તાન અન્તરાયકર્મ દાન દેતાં અટકાવે છે. માણસ દાનનું મહત્ત્વ જાણે છે, તેની પાસે દાન દેવાનું, કંઈ છે પણ ખરું, દાન દેવા એગ્ય વ્યક્તિ પણ સામે છે; પણ આ કર્મને કારણે એ દાન દઈ શકતા નથી.
૨ નામ અન્તરાયકમ દાન લેતાં અટકાવે છે, દાન દેનાર વ્યક્તિ છે, દાન માગવાથી તેને દયા પણ આવે છે, દાન દેવા જેવું કંઈક તેની પાસે છે, પણ આ કર્મને કારણે એ દાન મળી શકતું નથી.
૩ મો અન્તરાયકમ ભજન જળ વગેરે જે દ્રવ્યને એક જ વાર ભેગવી શકાય એમના ભાગ સામે અન્તરાય મૂકે છે.
૪ ૩૧મો અન્તરાયકર્મ ઘર, વસ્ત્ર, સ્ત્રી વગેરે જે દ્રવ્યને વારંવાર ભેગવી શકાય એમના ભંગ સામે અન્તરાય મૂકે છે.
પ વીર્ચ અન્તરાયકર્મ શરીરાદિકની શક્તિ સામે અન્તરાય મૂકે છે. એ કમની સત્તાથી માણસ ગમે તે બળવાન હોય તે પણ ઘાસનું તરણું હલાવી શકતું નથી.
ઉપર બધાં મળીને ૧૪૮ પ્રકારનાં કર્મ બતાવી ગયા તેના જૈનોએ વિવિધ દષ્ટિએ વિવિધ પ્રકારના વર્ગ પાડ્યા છે. સૌથી મહત્વના પાતિકર્મ અને ગ્રાતિકમ એવા બે વર્ગ છે. જીવના સ્વાભાવિક ગુણને જે નાશ કરે છે અને તેથી એના જ્ઞાન તથા દર્શન વિગેરેની સામે આવરણ મૂકે છે, અને શાન્તિનો નાશ કરે છે એવાં જે કર્મ (૧ થી ૪) તે ઘાતકર્મ ગણાય છે; અને આત્માના સ્વાભાવિક ગુણેને નાશ નથી કરતાં, પણ એનામાં અસ્વાભાવિક ગુણે ઉત્પન્ન કરે છે એવાં જે કર્મ (૫ થી ૮) તે અઘાતિકર્મ ગણાય છે.
પ્રત્યેક કાર્ય કરતાં જીવ પોતાના આત્મપ્રદેશમાં સૂક્ષમ પુદ્ગલ પરમાણુઓને આકર્ષે છે, એ પરમાણુઓ કર્મસ્વરૂપે બંધાય છે અને તે કર્મની સાથે જીવ સંબંધાય છે. આપણે જે આહાર ખાઈએ છીએ, તે રૂપાન્તર પામીને લેહી વગેરે શરીરના ઈતર પદાર્થોનું