________________
(૧૬) પ્રમાણે જતાં રોકી રાખનારી સાંકળ જેવાં છે, ૬ ઠ્ઠા પ્રકારનાં, પિતાની સામેના ચિત્રમાંના માણસને જુદે જુદે રંગે ચીતરનાર ચિત્રકાર જેવાં છે, ૭ મા પ્રકારનાં, સારા નરસા ઘડા ઘડનાર કુંભારના જેવાં છે, ૮ મા પ્રકારનાં, ભંડારમાંથી ધન વાપરતાં અટકાવનાર ધનરક્ષક જેવાં છે. ૧૪
હવે આ ૮ પ્રકારનાં કર્મ વિષે સંક્ષેપમાં વર્ણન આપું, અને વળી એમના ભેદ ( ઉત્તરપ્રકૃતિ ) પણ આપું.
૧ જ્ઞાનવરણકમ–જીવને પિતાના શુદ્ધ સ્વરૂપમાં જે જ્ઞાન હોય એ જ્ઞાન ઉપર આવરણ મૂકે છે, એટલે કે પદાર્થના સાચા સ્વરૂપનું જ્ઞાન પામતાં એને અટકાવે છે. જ્ઞાનના પાંચ ભેદ છે. તેને અનુસરતા પાંચ ભેદ આ કર્મમાં પણ છે.
૨ દર્શનાવરણકર્મ–જીવને પિતાના શુદ્ધ સ્વરૂપમાં જોવાની જે શક્તિ હોય એના ઉપર આવરણ મૂકે છે. એટલે કે પદાર્થને એના સાચા સ્વરૂપમાં, વિભાગે કે સમસ્તે, જોતાં એને અટકાવે છે દર્શનના ચાર ભેદ છે. તેને અનુસરતા ચાર ભેદ દર્શનાવરણકર્મના પણ છે. કેટલાક માનસિક કર્મ એવો છે કે જેમાં ઈન્દ્રિયે નિષ્કમ રહે છે અને તેથી તે કર્મ જાણું શકાતાં નથી. એવાં કર્મના પાંચ ભેદ છે. નિદ્રા કમ લઘુ તન્નાનાં, નિદ્રાનિદ્રા કર્મ ગાઢ તન્નાનાં, પ્રીતી કર્મ ગાઢ નિદ્રાનાં, પ્રતાની કર્મ પ્રગાઢ નિદ્રાનાં, ચાદ્ધ કર્મ નિદ્રામાં ભાવ વિના થતાં કર્મ.
૩ વેદનીયકર્મ-જીવને પિતાના શુધ્ધ સ્વરૂપમાં જે આનંદ હેય એના ઉપર આવરણ મૂકે છે. એ કર્મ જીવને સાંસારિક સુખમાં ( માતા ) અને દુઃખમાં (અસાતા ) નાખે છે, એટલે એના બે ભેદ છે.
૪ મેહનીયકર્મ-જીવને પિતાના સાચા જ્ઞાનથી (શ્રદ્ધાથી) અને સાચા ચારિત્રથી દૂર રાખે છે. એના બે વર્ગ છે અને એકંદરે ૨૮ ભેદ છે. દર્શનમોનય કર્મ ધાર્મિક જ્ઞાન ઉપર આવરણ મૂકે છે. મિથ્યા, મિશ્ર કે સમ્યફ રૂપે એ આવરણ મૂકાય છે, એને અનુસરીને