________________
(૧૫૮ ) ૨ સૂમ, અને તેથી એ પણ અદશ્ય, જેમકે-કર્મન્કંધ.
૩ સૂમચૂર, જે બધા ભક્તિક દ્રવ્યોને ગંધ, રસ, શબ્દ કે સ્પર્શ પામી શકાય, છતાં એ અદશ્ય હોય તે.
૪ ચૂરસૂમ, જેમકે-સૂર્યપ્રકાશ, અન્ધકાર, છાયા અને જે દ્રવ્યને જોઈ શકાય, પણ સ્પર્શી શકાય નહિ તે.
૫ ધૂણ, જેમકે-ઘી, પાણી, તેલ જેવાં પ્રવાહી દ્રવ્યો, જેને એકવાર જુદાં પાડ્યા પછી પણ પોતાની મેળે એકઠાં થઈ શકે.
૬ શૂનધૂત, જેમકે-પત્થર, ધાતુ જેવાં દ્રવ્ય, જે તટસ્થની સહાયતા વિના ફરી મળી શકતા નથી.
સ્કંધને અમુક પ્રકારના આકાર હોય છે, એ આકાર કેટલાક એવા હોય છે કે જેને સ્પષ્ટતાએ વર્ણવી શકાય (જેમકેગાળ, ત્રિકેણુ, ચેરસ), અથવા તે કેટલાક એવા હોય છે કે જેને સ્પષ્ટતાએ વર્ણવી શકાય નહિ (જેમકે-વાદળાંને આકાર ).
ધની અનેક પ્રકારની વિશિષ્ટ સ્થિતિઓ કહી છે. જેમકેઉષ્ણ પ્રકાશકિરણ (જે સૂર્યમાંથી નીકળે છે) અને શીતળ પ્રકાશકિરણ (જે ચન્દ્રમાંથી, રત્નમાંથી, અગ્નિકીટમાંથી નીકળે છે), અન્ધકાર, છાયા અને શબ્દ. અન્ધકાર એ માત્ર પ્રકાશને અભાવ નથી, પણ પુગળસ્કંધમય મનાય છે.૧૧ પદાર્થની છાયા અને તેનું (દર્પણ, પાણી વગેરેમાં) પ્રતિબિંબ પણ પિગલિક છે અને તે સૂક્ષ્મ સ્કંધનાં બનેલાં પદાર્થમાંથી નીકળે છે.
ભારતનાં બીજાં તત્ત્વદર્શન શબ્દને આકાશને ગુણ માને છે, જૈનો તેમ નહિ માનતાં એને સૂક્ષ્મ પુદગલ સ્કંધ માને છે. પરમાણુના સ્કંધ એકમેક સાથે ઘસાયાથી એ ઉત્પન્ન થાય છે. શબ્દના બે પ્રકાર પાડ્યા છે. ભાષારૂપે વ્યક્ત કરી શકાય છે તે શબ્દ અને એમ વ્યક્ત કરી શકાતું નથી તે શબ્દ. પહેલા પ્રકારના વળી બે ભેદ છેઃ અક્ષરવડે સ્પષ્ટ કરી શકાય છે તે શબ્દ અને એમ નથી સ્પષ્ટ કરી શકાતે તે શબ્દ. આ છેવટના પ્રકારને શબ્દ કીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીને તેમજ કેવલીને હોય છે.