________________
( ૧૫૭ )
અને એક જોજન ઉડા કુવા એક અઠવાડીઆ સુધીમાં ઉગે એવડા વાળના કકટાથી ભર્યાં હાય, તેમાંથી એક એક કકડાને સે સે વર્ષે કાઢતાં આખા કુવા ખાલી થતાં જેટલા કાળ લાગે એટલા કાળને વાવ શ્રદ્ધા પલ્યોપમ કહે છે. સૂક્ષ્મ અહ્વાપલ્યાપમ તેથી અસંખ્યગુણા વર્ષોનું થાય છે. તેવા ૧૦ કેટિકેટ (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) પચેાપમ મળીને એક સાળોપમ, ૧૦ કેટિકોટિ સાગરોપમ મળીને એક ઉત્સર્પિણો અથવા એટલા જ સાગરોપમની વસર્પિી થાય છે. આવી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી અનુક્રમે એક પછી એક આવીને પુ વપરાવર્ત્ત થાય છે.
૫ પુદ્ગલ.
સખ્ય, અસંખ્ય અથવા અનંત સૂક્ષ્મ, અલક્ષ્ય અને અચ્છેદ્ય પરમાણુ મળીને પુદ્ગલ સ્કધ બને છે. ખીજા' બધાં દ્રબ્યા નિરાકાર હાય છે. પ્રત્યેક પરમાણુમાં અમુક એક ગંધ, અમુક એક રસ, અમુક એક વણુ અને અમુક એ સ્પર્શ્વગુણુ હાય છે.
પરમાણુના ગંધ સારા કે ખોટા એમ બે પ્રકારના હોય છે; રસ ખાટા, કષાયેલા, તિક્ત, કટુ અને મીઠા ( ખારા એ મીઠાના એક પ્રકાર જ મનાય છે. ) વણુ કાળા, લીલા, રાતા, પીળે અને સફેદ; સ્પ ભારે, હલકા, નરમ, કઠણ, ઠંડા, ગરમ, લીલા કે સુકા હોય છે.
પરમાણુ એક આકાશપ્રદેશને રાકે છે, પણ અનેક સાથે મળીને જ્યારે એ સ્ક ંધરૂપે બંધાય છે, ત્યારે સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ પણ રાકે છે. સ્થૂલરૂપ ધારણ કરેલા પુદ્ગલ સ્કધ અભેદ્ય પણ હાય છે, તેથી અનંત પરમાણુઓના સ્કંધ પણ એક આકાશપ્રદેશમાં સમાઇ જાય છે.
પરમાણુઓના ચેગથી સૂક્ષ્મ કે સ્થૂલ પ્રકારના સ્કંધ અને છે. ઘટનાને અનુસાર સ્કંધના છ પ્રકાર છેઃ—
૧ સૂક્ષ્મ સૂમ, અને તેથી અદૃશ્ય, જેમકે-પરમાણુ.