________________
( ૧૫૫) નિત્ય અને અવિનાશી છે, એમાં ચેતન નથી એટલે જ માત્ર ફેર જીવ અને એમની વચ્ચે છે. આ દ્રવ્ય તે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુગલ છે.
૧ આકાશ. આકાશમાં સિા પદાર્થોની સ્થિતિ છે, પણ બીજા કેઈ પદાર્થમાં આકાશની સ્થિતિ નથી. સૈને સ્થાન આપવું એ એને ખાસ ગુણ છે. બીજાં બધાં દ્રવ્ય અને આકાશ વચ્ચે ભેદ એ છે કે એ લેકમાં જ નહિ, પણ લોકની યે પાર, શ્રતોમાં પણ પ્રવર્તે છે. લોકાકાશના અસંખ્ય કશો છે.
૨ ધર્મ, ૩ અધર્મ. ધર્મ અને અધર્મ બંને એક પ્રકારે ઈથર (Either) છે. એ ગતિના અને સ્થિતિના સહાયક છે. એને અર્થ એ છે કે ગતિને કે સ્થિતિને એ પ્રત્યક્ષ સહાય આપતા નથી, પણ એમના વિના ગતિ કે સ્થિતિ હેઈ શકતી નથી. ધર્મને પાણીની સાથે સરખાવી શકાય, અને તે પાણી માછલીને તરવાની સહાયતા આપે છે, અધર્મને પૃથ્વી સાથે સરખાવી શકાય, એની સહાયતાથી જ પ્રવાસી આરામ લઈ શકે છે. એ બે ત સમસ્ત લોકાકાશમાં છે અને તેમાં અસંખ્ય પ્રદેશ છે.
ધર્મ અને અધમ એ બે દ્રવ્યને સ્વીકાર તે જૈનધર્મની વિશિષ્ટતા છે. આ બે શબ્દોને જે અર્થ જૈનદર્શનમાં થાય છે. તે સંસ્કૃત ભાષામાં નથી થતું અને તેથી શરૂઆતના જે સશેધકેએ જૈનદર્શન વિષે અભ્યાસ કરવા માંડ્યો; તે એને આ વિશિષ્ટ અર્થ સમજ્યા નહીં, તેથી એને મૂળ અર્થ કરવા લાગ્યા ને ભૂલમાં પડ્યા. એને સાચે અર્થ પ્રથમ એચ. એચ. વિલ્સને દેખાડ્યો અને ત્યારપછી જૈનોએ આ બે તત્ત્વ શા કારણથી માન્યાં છે તેનું કારણ યાકેબીએ દેખાડ્યું.