________________
(૧૫૦ ) ૬ યાત્રાદિત્ત જાગ્ય–નથી, ને કહી શકાય એવું નથી; છઠ્ઠી દષ્ટિએ.
૭ સાત નાસ્તિ રાવ છે, નથી, ને કહી શકાય એવું નથી, સાતમી દષ્ટિએ.
ઉપરનાં બધાં સૂત્રને આરભે ચાલૂ શબ્દ મૂકેલે છે, એને અર્થ “એમ હેય ” એ છે અને નિર્ણયને સંભવ દેખાડે છે. જેનો વળી જયંતિ શબ્દને ઉપગ “કંઈક અંશે ”એવા અર્થમાં કરે છે. એક જ કાળે એકમેકથી વિરૂદ્ધ જતા નિર્ણયે સાચા હોઈ શકે, પણ અમુક મુખ્ય નિર્ણય સ્વીકારવાને છે એમ જણાવવું એ સ્યાદ્વાદનું કામ છે. જેમકે પ્રથમ દષ્ટિએ એક માણસ પિતા અને પુત્ર છે એ નિર્ણય થાય, પછી વધારે ઉંડા ઉતરતાં એ અમુકને પિતા છે અને અમુકને પુત્ર છે એ નિર્ણય થાય. સ્યાદ્વાદના પ્રગથી જેનો એવું સિદ્ધ કરવાને પ્રયત્ન કરે છે કે કઈ પણ વિધ્યાત્મક કે નિષેધાત્મક નિર્ણય એકેવારે છેવ ટને ન હોય, પણ માત્ર અમુક સીમબદ્ધ દષ્ટિએ જ સાચે હેય, કારણ કે તેને એક સાથે એક સંબંધ હોય અને બીજા સાથે બીજો હોય. ૬
સત્ય અને તેનું જ્ઞાન. જૈનમતે, તત્ત્વજ્ઞાનનાં સર્વે દર્શનેમાં સત્યનું બીજ હોય છે; પિતાને જે સત્ય લાગે તે વિષે એક પક્ષપાતી અને નિરંકુશ પદ્ધતિ અને પ્રણાલીએ વિચાર કરવાથી અને તેમાં સર્વ પ્રકારનાં અસત્ય ભેળવી દીધાથી સંપૂર્ણ જ્ઞાન એ પામી શકતાં નથી. પણ એ માને છે કે સાચું જ્ઞાન જૈન ધર્મમાં છે, કારણ કે
૧ જૈનધર્મ સર્વજ્ઞ ગુરૂઓ દ્વારા જન્મ પામ્યો છે.
૨ શાસ્ત્રાર્થમાં કદી પરાજય પામ્યું નથી, કારણ કે એ અપરાજેય છે.
( ૩ જ્ઞાનના કેઈ પણ પ્રકારના પ્રમાણુવડે પછી તે પ્રત્યક્ષ હોય કે પક્ષ હોય કે અનુમાન હોય કે ગમે તે હોય, પણ તે વડે જૈન ધર્મમાં કશેય ફેરફાર કરી શકાય નહિ.