________________
(૧૨) “એક રાજા જોડે ખેલતે નીકળે, પણ અણઘડ ઘેડે કયાં કયાં એને વનમાં લઈ ગયે. રાજા વનમાં ભૂલ પડ્યો, ત્યાં એણે રૂપાળી રાજકન્યા જે, અથવા બીજું કાંઈ સાહસ થયું.” આવી શરૂઆત અનેક જૈન વાર્તાઓમાં હોય છે; હિંદુ સુખ્યાત વાર્તાએમાં રાજા શિકારે ચઢે છે, પણ જીવહિંસાને જૈનોમાં નિષેધ હોવાથી તેઓ સર્વસામાન્ય વાર્તાઓની વિગતોમાં આ ફેરફાર કરે છે એમ યાકેબી ધારે છે.”
જુની કથાઓને આધારે નવી કથાઓ રચ્યા ઉપરાંત જૈનોએ કેવળ નવી કથાઓ નવે સ્વરૂપે રચી કાઢી છે. શુદ્ધ જેનરચનાની
એવી કથાઓ અને કથાનકે અનેક છે. આ કથાઓના લેખકે એ પિતાની કથાઓ માત્ર કથા ઉપરના મેહને જ કારણે લખી છે એવું નથી, સાથે સાથે બીજા પણ હેતુ હતા. પ્રખ્યાત હરિભદ્ર કથાના ચાર પ્રકાર પાડે છે; જીવનનીતિ, રાજનીતિ વગેરે શીખ વનાર કથા તે ઝર્થથા, પ્રેમની વાત કરનાર કથા તે મા, ધાર્મિક જ્ઞાન આપનાર કથા તે ધર્મકથા, અને જીવનના એ ત્રણે પ્રદેશની મિશ્ર કથા તે સંજીથા. કેટલીક કથાઓમાં રૂચિકર સ્વરૂપે શુભ જીવનના નિયમે દેખાડવામાં આવેલા અથવા તે. સંસારવિલાસનાં વિધવિધ સ્વરૂપે આપવામાં આવેલા હોય છે. અને ત્યારે ધનસમ્પત્તિ, ભેગવિલાસ અને ઘરબાર તજી સાધુ થવાની છે જેનભાવના તેની વિરૂદ્ધ પણ કેટલાક પ્રસંગે એ કથાઓમાં આવે છે. તે પ્રસંગે કથાકાર ધર્મભાવનાને ઉંચી રાખવા માટે, પિતાની કથાના નાયકને સંસારના સે ભેગવિલાસ ભેગાવાવ્યા પછી તેના જીવનને શેષ ભાગે તેને સાધુ બનાવે છે અને એમ કરીને ધર્મભાવનાને પ્રબળ બનાવે છે. જૈનકથાઓમાં બીજી એક દષ્ટિએ પણ ધાર્મિક સિદ્ધાન્ત વણાયા છે, પુનર્જન ન્મના સિદ્ધાંતને પ્રબળ બનાવનાર વસ્તુ અનેક કથાઓમાં લેવાયાં છે. અનેક કથાઓને અંતે કઈ સાધુ અથવા કેવલી આવે છે તે કથાના નાયકને સમજાવે છે કે “તારે આ ભવમાં જે બધાં સુખ દુઃખ ભેગવવામાં આવ્યાં તેનું કારણ આમ છે. પૂર્વ જન્મમાં