________________
( ૧૧ ) કહે છે. ત્યારપછી કઈ જુના ગ્રન્થને આદર્શમાં રાખીને નવા વાર્તાગ્રન્થ સંરકૃતમાં લખનારની, તેમજ લેક તરફ નજર રાખીને એ પ્રાચીન સંસ્કૃત વાર્તાગ્રન્થના પિતાની માતૃભાષામાં -ગુજરાતીમાં-અનુવાદ કરનારની ખોટ નથી. મધ્યયુગમાં યૂરોપના ગાયક કથાઓનો પ્રચાર કરતા એ પ્રચાર કરવાનું બની શકે એટલા માટે અને લોક પતે ગાઈ શકે એટલા માટે જૈન સાધુ રત્નસુન્દર એ આ ગ્રન્થ લેકરાસાને ઘાટે રચ્યો છે; એ કવિ એક કવિસમ્પ્રદાયના નેતા પણ હતા. વળી તરત જ એમના એક પ્રશંસકે એમના ગ્રન્થને નવું સ્વરૂપ આપ્યું, એમાંના રાગને જરા લીસા કર્યા ને એમાં થેક નવી કથાઓ ઉમેરી. ત્યારપછી વળી વાને એ ગ્રન્થને જ આધારે એને જ મળતે સ્વરૂપે ન ગ્રંથ લખે, પણ એમાં કવિતાઓ ઘણી ઉંચી અને છતાંયે પોતાની માતૃભાષામાં લખી. વળી ત્રીજાએ એ ગ્રંથ સંસ્કૃત પદ્યમાં ઉતાર્યો અને આ સંસ્કૃત કાવ્યને ચેથાએ–મેઘવનચે મૂળ સંસ્કૃત ગ્રંથને સ્વરૂપે ગદ્યપદ્યના મિશ્રણ રૂપે પાછો સંસ્કૃતમાં ઉતાર્યો અને છતાંએ રત્નસુંદરના અને મેઘવિજયના ગ્રંથ વચ્ચે પુરે સે વર્ષને ય ગાળે નથી.”૩૯
બહુ પ્રાચીન કાળથી જૈનોએ ભારતની સર્વસામાન્ય કથાએના વસ્તુને લઈને પિતાના ધર્મને અનુકૂળ તેમાંથી વાર્તાઓ એજી કાઢી છે, એમણે એ રીતે સાહિત્યક્ષેત્રમાં જે અપરિમિત શ્રમ ઉઠાવ્યા છે, તેને પરિણામે તે એ બધી કથાઓ ને વાર્તાઓ આજસુધી સચવાતી આવી છે; કારણ કે જેનોએ જે એ પ્રમાણે ન કર્યું હોત એ આજ સુધીમાં તે ક્યારની ચે ભુંસાઈ ગઈ હત. પ્રાચીન વસ્તુને આધાર લઈને જૈન લેખકોએ એવી વાર્તાઓ લખી છે, એનાં ચિહ્ન તે અનેક રીતે જોઈ શકાય છે. અમુક ગ્રન્થમાં ખાસ જરૂરની ન હોય એવી એકાદ વાર્તા, વિષયની ચર્ચામાં કે ગ્રન્થને આરમ્ભ કે તેને અંતે, એ લેખકેએ મૂકી દીધેલી જઈએ છીએ. પણ વળી ધાર્મિક વિચારને કારણે અનેક પ્રસંગે વાર્તાની વિગતમાં ફેરફાર પણ કરી નાખેલા હોય છે.