________________
(૧૦૪-) શિષ્ય પરંપરાએ અનેક સૈકાથી ઉતરી આવ્યા છે, કારણકે વર્તન માનપત્ર અને ટેલીફન વિનાના જુગમાં એ જ શકય હતું.
એમાં તે શંકા નથી જ કે સૌથી પ્રાચીન ગ્રન્થમાં પછીના સમયના વિચારે દાખલ થયા છે અને તેમાં ઘણા પ્રક્ષિપ્ત ભાગ પણ છે અને છતાંયે કહેવું પડે છે કે એ બહુ પ્રાચીન કાળના છે. હ. યાકોબી એ સમ્બન્ધ જણાવે છે કે આ ગ્રન્થની ભાષા, એમાં વપરાયેલા વૃત્ત અને એમાં આપેલી ઈતિહાસની મહત્ત્વની હકીકત એ સી પૂરવાર કરે છે કે સૌથી પ્રાચીન ગ્રન્થ ઈ. પૂ. ૩૦૦ ના અરસાના હોવા જોઈએ, અને તે સમયે પાટલીપુત્રમાં સંઘે મળીને ગ્રન્થ નિર્ણય કર્યો હોય તે વાત સાચી હોય. વળી એમ પણ માની લેવાનું નથી કે મહાવીર નિર્વાણ પામ્યા અને પાટલીપુત્રમાં સંઘ મળ્યો એ બે વચ્ચેના આશરે ૧૦૦ વર્ષના ગાળામાં માત્ર ગમે તેવી ઉડતી કથાઓ ઉતરી આવતી હતી. સમ્ભવિત છે કે મહાવીર સ્વામીના જીવન અને ઉપદેશ વિષે જે જ્ઞાને એમના શિષ્યમંડળમાં નિતિ સ્વરૂપ બહુ પૂર્વેથી જ ધારણ કરી લીધું હતું એ ઉપરથી જ સંઘનું પછીના વખતનું સૌ સાહિત્ય રચાયું હોય.
આમ શાસ્ત્રગ્રન્થને ઘણે ભાગ પ્રાચીન કાળે રચાયે હતે એમ લાગે છે. છતાંયે એટલું પણ નક્કી છે કે સુધર્માએ રચ્યા કહેવાય છે તે અંગ અને બીજા શ્વેતામ્બર ગ્રન્થ આજે જે સ્વરૂપમાં છે તે સ્વરૂપ તે ઘણા ફેરફાર પછી થયું છે. એમના પછીના જમાનાના લેકે પિતાના વિચારને બંધબેસતા થાય એવા ફેરફાર એમાં કરતા ગયા છે, એ તે સ્વીકારી લેવું જ જોઈએ. વેતામ્બરાના ગ્રન્થ સાચા નથી એમ દિગમ્બરે જે માને છે એ ઉપરથી પણ આપણું આ અનુમાનને ટેકે મળે છે.
ક આ ફેરફાર વિસ્તિષ્ણુને સંક્ષિપ્ત કરવા રૂપ કરેલો છે પણ તેના રહસ્યમાં બીલકુલ ફેરફાર કરેલ નથી.