________________
(૧૦૩). ત્યારે વર્તમાન ૧૧ અંગ, ઉપામાંનાં ૧૧, અને બીજાં કેટલાક ગ્રન્થ આગળ કહી ગયા એમ મહાવીરના શિષ્ય સુધર્માએ રમ્યા કહેવાય છે. એમ પણ કહેવાય છે જે એ ગ્રન્થ શ્રુતિપરંપરાથી ઉતરી આવતા હતા, તે પ્રથમ વીર સંવત ૯૮૦ માં દેવદ્ધિના નિર્ણય પછી લિપિબદ્ધ થયા અને તેની અનેક પ્રત-નકલે કરી તેને પ્રચાર કરવામાં આવ્યું. ગ્રન્થને નિણિત અને નિશ્ચિત પછીના સમયમાં કરવામાં આવ્યા એ વાત સાચી છે એમ જે સ્વીકારી લઈએ, તે પછી મહાવીર વિષે અને એમના સિદ્ધાન્ત વિષે એ ગ્રન્થામાંથી જે માહિતી આપણને આજે મળે છે, તે સંબંધે પાકી શંકા ઉભી થાય. આલ્બર વેબર લખે છે કે કે ધારો કે બાઈબલને નવો કરાર ઈ. સ. ૯૮૦ સુધી (ખરી રીતે ૫૦ સુધી, કારણ કે આપણે ક્રાઈસ્ટના જન્મથી સંવત ગણીએ છીએ, પણ જૈન મહાવીરના નિર્વાણથી ગણે છે) લિપિબદ્ધ થયે જ ન હોય; ધારે કે જે માણસોને ક્રાઈસ્ટ સંબંધે પૂર્વ લિપિબદ્ધ કશુંય મળ્યું ન હોય, પણ માત્ર શ્રુતિપરંપરા દ્વારા જ જ્ઞાન હોય તે માણસ પોપ સિસ્ટર બીજાને ( sylvester 1 ) અધ્યક્ષપદે એ જ્ઞાનને લિપિબદ્ધ કરે, તે આપણું સામે ક્રાઈસ્ટનું કેવું ચિત્ર હોય એની કલ્પના કરે.” અને છતાયે ઉપરના વચનમાં બતાવી છે એટલી બધી અશ્રદ્ધાએ આ શાસગ્રન્થ જવાના નથી, કારણ કે એમ માનવાનું કારણે જ નથી કે વલ્લભીના સંઘમાં લિપિબદ્ધ થયા પહેલાં એ ગ્રન્થો કદી લખાયા જ નહોતા, ખરી વાત તે એ છે કે તે પ્રસંગે તે એમાંના વિષચેનું સ્વરૂપ છેવટનું નિર્ણિત કર્યું અને ત્યારપછી તેની અનેક નકલ કરાવીને તેને પ્રચાર કર્યો. આ હકીકત માનવાનું શેકસ કારણ પણ મળે છે. કેમકે ઈ. પૂ૨ જા સિકાના જૈન શિલાલેખે આપણી સામે જ છે તે ઉપરથી એમ તે સાબિત થાય છે જ કે જેને લેખનકળાને ઉપગ બહુ પૂર્વેથી કરતા. ત્યારપછી એ પણ નહિ ભૂલવું જોઈએ કે ભારતમાં અને તિશય વિકાસ પામેલી સ્મરણશક્તિને બળે અનેક ગ્રન્થ ગુરુમુખેથી
* ઉપાંગો સુધમાં સ્વામી વિરચિત નથી.