SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ફરસવું અને પ્રરૂપવું સમ્યગ્દષ્ટિએ છોડવા યોગ્ય છે. પ્રાયશ્ચિતનું સ્થાન છે. જિનાજ્ઞા બહાર ધર્મ કોઈ કાળે નથી. પરંતુ જિનાજ્ઞાનો બોધ થવો દુર્લભ છે. જેને બોધ થંયો છે તેને મારી ત્રિકાળ વંદના નમસ્કાર હોજો. મારી બુદ્ધિ અલ્પ છે. જેમ જ્ઞાની કહે તે પ્રમાણ પરંતુ જે કોઈ ખોટી અયોગ્ય વિપરીત ઉક્તિ-યુક્તિઓને લગાડી પોતાના મતના કદાગ્રહનું સ્થાપન કરે, સિદ્ધાંતને ઉત્થાપે તેને સમક્તિી કેમ ગણવો ? બુદ્ધિમાનોએ વિચાર કરવો યોગ્ય છે. તથા દસ અચ્છેરા કલ્પસૂત્રમાં કહ્યા છે, આચારાંગમાં કહ્યા છે, મહાનિશીથ તથા ઠાણાંગમાં પણ કહ્યા છે. તેમાં ૯ અચ્છેરાની ચર્ચા નથી કારણ કે બધા જ જેનોની સમાન પ્રરુપણા છે તથા સિદ્ધાંતોમાં પણ પ્રત્યક્ષ પાઠ દેખાય છે. અહીં શિષ્ય પૂછ્યું - સ્વામીજી ! દશમા અચ્છેરાનો મને સંદેહ છે. કયા ભગવાનના તીર્થમાં થયો તે મને કહો ? તેનો જવાબ સાંભળ - જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેનું અનુમાન પ્રમાણ આપવાની જરૂર નથી કારણ કે વસ્તુ પ્રત્યક્ષ દેખાય છે. જેમ મહાનિશીથમાં અસંયતિનું અચ્છેરું અતીત કાળમાં ૨૪મા તીર્થંકર નિર્વાણ ગયા પછી પ્રવર્તે છે તેમ મહાવીરજી મોક્ષે ગયા પછી થયું છે તે મહાનિશીથના પાંચમાં અધ્યયનમાં કહ્યું છે. તેવું જ વર્તમાન વર્તતું જોઈ લો ! આમાં શું સંદેહ છે ? જે વસ્તુ પ્રત્યક્ષ નથી તે વસ્તુ અનુમાન પ્રમાણ કરીને સિદ્ધ કરવી જોઈએ. જેમ ધૂમથી અગ્નિનો નિર્ણય કરીએ. સિદ્ધાંતમાં બે પ્રમાણ કહ્યા છે : (૧) પ્રત્યક્ષ પ્રમાણ અને બીજુ પરોક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ : (૧) સર્વ પ્રત્યક્ષ (૨) દેશ પ્રત્યક્ષ. સર્વ પ્રત્યક્ષ કેવળી સિદ્ધ ભગવાનને છે. દેશ પ્રત્યક્ષ અવધિજ્ઞાની મન:પર્વયજ્ઞાનીને છે. પરોક્ષ પ્રમાણના ના ૩ ભેદ (૧) અનુમાન .. (૨) ઉપમાન પ્ર. (૩) આગમ પ્રમાણ. મને પ્રત્યક્ષ જ્ઞાન તો નથી પરંતુ પરોક્ષ પ્રમાણથી આજ સંભવે છે. અસંયતીનું અચ્છેરું શ્રી વીર સ્વામીના તીર્થમાં થયું લાગે છે. આગળ બહુશ્રુત કહે તે પ્રમાણ. આ વાત સાંભળીને શિષ્ય બોલ્યો – સ્વામીજી ! જે પુરુષોએ ટીકા રચી છે તે પુરુષો પંડિત હતા. લક્ષ્મીવલ્લભજીએ કલ્પસૂત્રની ટીકામાં ૪૩ ૪ મોહપત્તી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy