SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રયમાં રહેવા લાગ્યો. તેની બુદ્ધિ ખુબનિર્મલ સારી હતી. થોડા જ કાળમાં ઘણા પાઠો તથા અર્થ ધારી લેતો તો. તેણે ઘણા “થોકડા' કંઠસ્થ હતા તથા બે ચાર સૂત્રો આગમ પણ કંઠસ્થ હતા. પોતાના મતમાં પ્રવીણ હતો તથા આહાર પાણીની કંઈ પડી નહોતી. ઓસવાલ જાતીમાં જે પ્રમાણે જોઈએ તેમ શરીરને ભાડું આપી દેતો હતો. નવકારસી, પોરસી, પરિમુઢ, આયંબિલ, એકાશન તથા પચ્ચખ્ખાણ છઠ્ઠ, અઠાઈ, મહિનો, અડધો મહિનો વિગેરે ઘણો તપ કરતો હતો. તેની પાસે જ્ઞાન ઘણું હતું છતાં હું રાવલપીંડી ગયો હતો ત્યારે મારી પાસે કંઈક ભણ્યો પણ હતો. મારા પ્રત્યે તેને સ્નેહ બંધાઈ ગયો હતો. તે ભાઈ ચાલકોટમાં સોદાગરમલની પાસે ભણવા શીખવા માટે આવ્યો હતો. ચાલકોટના ભાઈઓ પાસે તેણે સાંભળ્યું કે બુટેરાયે સાધુપણું છોડી દીધું છે, મોહપત્તિ છોડી દીધી છે, યતિ થઈ ગયા છે. વગેરે ઘણી નિંદા સાંભળી તેણે કહ્યું - બુટેરાય આવા પુરુષ નથી જે વગર વિચાર્યું કામ કરે. ત્યારે તેને સાલકોટીએ કહ્યું પાપ કર્મના ઉદયે મોટા મોટા સંયમ છોડી ગયા, બુટેરાય કઈ ગણત્રીમાં છે ? કર્મની વિચિત્ર ગતિ છે. ઘડી ઘડીમાં પરિણામ જુદા જુદા થાય છે. પહેલા તો સારા જ હતા પરંતુ હવે સંયમ છોડી દીધું અને શ્રદ્ધા પણ જૈનની રહી નથી. આચાર્ય ઉપાધ્યાયના નિંદક છે વિગેરે વાતો સાંભળીને તપસ્વીજી ચૂપ રહ્યા અનેક નિંદા કરવા લાગ્યા ત્યારે ચાલકોટનાં ભાઈઓને તપસ્વીએ કહ્યું બુટેરાય ધર્મથી ડગી ગયા છે. તેમને એકવાર મારે મળવું છે કારણ કે ઉપદેશ આપીએ અને પાછા ઉજમાળ થઈ જાય તો સારી વાત છે. આ પ્રમાણે વિચારીને મ્યાલકોટથી નીકળીને ગુજરાનવાલામાં મારી પાસે આવ્યો. તેને અને મારે ચર્ચા ચાર પાંચ દિવસ થઈ. તપસ્વીની અને મારી શ્રદ્ધા તથા પ્રરૂપણા એકસરખી થઈ ગઈ. કોઈ ભેદ રહ્યો નહિ છતાં મને કહ્યું સ્વામીજી ! મારે પાછા ચાલકોટ જવું છે. મને ચાલકોટીઓ કહેશે તમને ભરમાવી લીધા છે. અમારી સાથે ચર્ચા કરો તો ખબર પડે કોણ સાચું છે ને કોણ જુઠું છે ? આ માટે આપ એકવાર ચાલકોટ પધારો. ૧૩ એક મોહપત્તી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy