________________
રાખવો, સર્વ જીવોનું હિત ઈચ્છવું. કર્મના વશ જીવ શું શું કર્મ નહિ કરે ? અપિતું બધું જ કરે છે. એને સમકિતનું અંગ જાગશે તો બધુ પોતે જ પોતાની નિંદા કરશે ઈત્યાદિ વાતો ઘણી છે પણ લખાય નહિ. પુરુષે વિચારવા જેવી છે પરંતુ જ્ઞાન વગર ન જણાય. વિગેરે વિગેરે ઘણી નિંદા કરવા લાગ્યા.
અમૃતસરમાં ચર્ચા કરીને મેં તો લાહોર બાજુ વિહાર કરી દીધા. મેં તો વિચાર્યું - શ્રદ્ધા તો આ સુંદર છે પરંતુ મારા પક્ષવાલા કોઈ નથી. આ માટે મારે ખોટી શ્રદ્ધા રાખવી ને પ્રરૂપવી યોગ્ય નથી પરંતુ શું કરું ? હું એમની સાથે વાદ કરીને કેમ જીતીશ ? મને તો ધર્મ પાલવો દુષ્કર થઈ જશે. યતિઓ તો ક્રિયા- હીન છે. જેમ અહી ક્રિયા હીન છે તેમ બધે ક્રિયાહિન હશે. પરંતુ મને સંવેગીઓની – સાચા સાધુઓની કોઈ જ ખબર ન હતી. આ પ્રમાણે જાણીને મેં કોઈ પ્રરૂપણા કરી નહિ.
ગુજરાનવાલામાં મેં ચોમાસુ કર્યું પરંતુ મોહપત્તિ તથા પ્રતિમાજીની કંઈ જ પ્રરૂપણા કરી નહિ. અમરસિંગજી અમૃતસર ચોમાસુ કરીને મારા ઉપર ચઢાઈ લઈને પસટરમાં આવ્યા. અને ગુજરાનવાલાના ભાઈ ગડા પસરમાં ગયા હતા. તેને અમરસિંગે પૂછ્યું - તમારા શહેરમાં કયા સાધુનું ચોમાસું હતું ? તેણે કહ્યું - બુટેરાયજીનું... પછી અમરસિંગે પૂછ્યું - બુટેરાય તેવા સાધુ છે ? તે ભાઈએ કહ્યું – સારા સાધુ છે, ક્રિયા પાત્ર છે અને ભણેલો ગણેલો પણ સારો છે. પછી અમરસિંગે કહ્યું ભાઈ તને એની ખબર નથી. આની શ્રદ્ધા મહાખોટી છે. પ્રતિમાજીને પૂવાની શ્રદ્ધા છે, તથા મોહપત્તિ બાંધવાની શ્રદ્ધા નથી... જે કોઈ મોહપત્તિ બાંધે તેને પાખંડી જાણે છે. પછી ભાઈએ કહ્યું અમને આ શ્રદ્ધાની ખબર નથી. હું પણ કથા વાર્તા સામાયિક સંધ્યા કરતો રહ્યો છું પરંતુ તેમણે તો ક્યારેય આ ચર્ચા કરી નથી તથા મેં બીજા કોઈ પાસે પણ સાંભળી નથી હવે જઈને પુછીશ.
તેણે આવીને મને પૂછ્યું - સ્વામિજી ! અમરસિંગે મને આ પ્રમાણે કહ્યું છે ખરેખર આ વાત સાચી છે કે જુકી છે ? ત્યારે મેં વિચાર્યું ને હું જુઠું બોલીશ તો મારી પાસે કશું પણ ન રહે. મેં કહ્યું ભાઈ આ વાત સાચી છે, પરંતુ હું પ્રરૂપણા નથી કરતો. કારણ કે લોકો મતના પક્ષપાતી ઘણા
૮
% મોહપત્તી ચર્ચા