SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યો ત્યારે તેણે આરંભ પરિગ્રહ ખોટા જાણીને છોડ્યા. મહાવ્રતાદિ મુનિ ધર્મ આદર્યો. તેને ભાવ પૂજા સંભવે છે. મુનિ ભાવ પૂજા કરે, કરાવે, અનુમોદે. સાધુ પોતાના આચાર પ્રમાણે અનુષ્ઠાન કરે, કરાવે, અનુમોદે તથા કોઈ જીવને અંતરાય કરે નહિ તથા હિંસાકારી સાવદ્ય ભાષા બોલે નહિ. રાગ દ્વેષ ટાળી વીતરાગની આજ્ઞાપૂર્વક જેનો જેવો આચાર છે તેવો આચાર કહે તો વિરાધક નથી. જેમ ઔપપાતિક સૂત્રમાં અન્ય પ્રત્યયીક તથા સ્વપ્રત્યયીક ક્રિયા પણ કહી છે. ક્રિયાનું ફળ પણ કહ્યું છે. તેમ સાધુ તથા શ્રાવકના આચાર કહેવામાં દોષ નથી. આ ઉપદેશ આપવાના અધિકારી આચાર્ય વગેરે બહુશ્રુત છે. અલ્પમતી વાળાઓએ તો બોલવું પણ ઉચિત નથી. ઉપદેશની વાત તો બાજુમાં રહી વગેરે ચર્ચા ઘણી છે. પરંતુ બોધ વગર જીવના વિચારમાં ઉતરે નહિ. તથા આ દુષમ કાળનો પ્રભાવ હોવાથી ઘણા જીવોને પોતપોતાની મતિ પ્રમાણે વિવિધ શ્રદ્ધાઓ અને પ્રરૂપણાઓ થઈ રહી છે. તથા તત્ત્વ વિચારણાવાળા જીવ કોઈ વિરલા રહ્યા છે. કોઈને પોતપોતાની પરંપરાનો અહંકાર થઈ ગયો છે તથા કોઈને પંડિતાઈનો તથા કોઈને ક્રિયાનો તથા કોઈને જાતિનો અહંકાર થઈ ગયો છે વગેરે મિથ્યાભિમાનમાં ઘણા જીવોની મતિ થઈ ગઈ છે. તથા કોઈ વિરલું ઉત્તમ પુરુષની મતિ સમ્યક્ પણ હશે. પ્રત્યક્ષ જ્ઞાની વિના નિર્ણય કોણ કરી શકે ? પરોક્ષ જ્ઞાનીને તો જે કોઈ મળે તેના ગુણ તથા અવગુણ વ્યવહાર માત્રથી જાણવામાં આવે, નિશ્ચયથી તો જ્ઞાની ગમ્ય છે. તથા કેટલા ઢુંઢીયા કહે છે લોકાગચ્છ વોસરાવીને અમારા વડીલોએ પોતાની જાતે દીક્ષા લીધી છે. ગ્રંથકાર ગચ્છ છોડ્યો છે તો ગચ્છનો પ્રતિપક્ષી ગચ્છ છે તે રાખ્યો હોય તો કહો અર્થાત્ નથી રાખ્યો. ભગવતીજીમાં જોઈને લખ્યું છે છતાં મને પક્ષપાત નથી. આ કાળમાં ઘણા જીવો મતકદાગ્રહી થયા છે. જેઓને વીતરાગે સંઘમાં ગણ્યા છે તેઓને મારી ત્રિકાળ વંદના નમસ્કાર હોજો. ઇતિ તત્ત્વ. - સા.પા.૭૨ સંબોધ સત્તરી પ્રકરણ : जहा तुसखंडणं मुयमंडणाई रुन्नाई सुन्नरन्नंमी विहलाइ तहा जाणसु आणारहियं अणुट्टा ३१ आणाइ तवों आणाइ संयमो तह य दाणमाणाए आणारहिओ धम्मो पलालपुलव्व पडिहाइ ३२ आणाखंडणकारि जइवि तिकालं महाविभूइए पूएइ वीअरायं सव्वंपि निरत्थयं तस्स ३३ रण्णो आणाभंगे इकुचिअ होइ निग्गहो लोए सव्वन्नुआणाभंयं अनंतसो निग्गहं लहइ ३४ जह भोणमविहियं विणासए विहिकयं जिआवेइ तह अविहिकओ धम्मो देइ भवं विहिकओ मुक्खं ३५ वरं वाहि वरं मच्चू वरं दारिद्दसंगमो वरं अरंनवासो अ मा मोहपत्ती चर्चा ૮૧
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy