SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર છદ્મસ્થપણે તીર્થ પ્રવર્તાવે નહિ. કેવલજ્ઞાન પામ્યા પછી શિષ્ય શાખા કરે છે. પરંતુ પ્રત્યેક બુદ્ધ તો પોતાની નિશ્રામાં બીજાને દીક્ષા આપે નહિ. આ હૂંડા નામની અવસર્પીણીના પ્રભાવથી ઉલટસુલટી વાતો થાય છે. જિનશાસનની આવી રીત દેખાય છે કે જે મુનિ ગુરુ પાસે દીક્ષા લે છે તે મુનિ બીજાને પોતાની નિશ્રામાં અથવા બીજાની નિશ્રામાં દીક્ષા આપે છે. આવો * સંભવ છે. આગળ બહુશ્રુત કહે તે પ્રમાણ. આ દુષમ કાળના પ્રભાવે કેટલાક જિનશાસનના અભણ ભોલા જીવો તે દીક્ષિત થયા. તેઓ તો અતીર્થ સાધુમાં પણ ભળતા નથી તથા એઓ જાતે દીક્ષા લીધી છે માટે મહાવીર સ્વામીના તીર્થમાં પણ ભળતા નથી. તેથી એ લોકોમાં છેદોપસ્થાપનીય ચારિત્ર સંભવે નહિ. આ પ્રમાણે ચોથું ચારિત્ર પણ ગયું. સામાયિક ચારિત્ર વજજીનું મહાવિદેહમાં તથા ૨૨ તીર્થકરોના વારામાં હોય છે. તેઓના તીર્થમાં પણ નથી ભળતા. તેઓને ૪ મહાવ્રત હોય છે. છેદોપસ્થાપનીય ચારિત્ર તેઓમાં નથી. તથા ઋષભદેવજીના તીર્થમાં અને મહાવીરજીના તીર્થમાં સામાયિક ચારિત્ર ઉત્કૃષ્ટથી છ મહિના હોય છે. પછી છેદોપસ્થાપનીય મુખ્ય થઈ જાય છે. તેથી તે ઢંઢકોએ પોતાની મેળે જાતે દીક્ષા લીધી છે. કોઈ પરંપરાવાળા ગુરુ પાસે દીક્ષા લીધી નથી. એ માટે એ મહાવીર સ્વામીના તીર્થના સાધુ પણ નથી. એ માટે જ સૂત્ર જોતાં તો એમને કોઈ ચારિત્ર સંભવે નહિ. માત્ર અજ્ઞાન કષ્ટ છે. મને જેમ લાગ્યું તેમ લખ્યું છે. આગળ બહુશ્રુત કહે તે પ્રમાણ. પ્રભુનું વચન અનંતનાત્મક છે. જેમ વીતરાગે કહ્યું તેમ પ્રમાણ. આમાં કશો સંદેહ નથી. તમે કહો છો કે જેઓએ સંવત ૧૫૩૨ની સાલમાં ક્રિયોદ્ધાર કર્યો. પોતાનો મત રાખવા માટે તેઓએ ક્રિયાકષ્ટ તો ઘણું કર્યું પરંતુ પ્રતિમાની પૂજાને હિંસા ધર્મ કહ્યો. આ પ્રતિમા પૂજામાં દોષ કાઢ્યો. જેઓનો આવો વિચાર છે કે પ્રભુની પૂજા કરવાનું ઉપદેશે તેને હિંસા ધર્મી કહેવો. પ્રભુની પૂજ નિષેધે તો તેને દયા ધર્મી કહેવો. આ વાતો તો ઘણી આશ્ચર્યકારી સાંભળી. હે આર્ય ! આ ઉપદેશ તને કયા ગુરુએ આપ્યો ? જે વીતરાગની ભક્તિનો ઉપદેશ આપે તે હિંસા ધર્મી અને જિનભક્તિ નિષેધે તે દયાધર્મી. આવું તો કોઈ સિદ્ધાંતમાં જોવામાં આવ્યું નથી. કપોલ કલ્પીત વાતો કરવી ઉચિત નથી. તથા આ પ્રમાણે તો સિદ્ધાંતમાં ઘણી જગ્યાએ લખ્યું છે કે હિંસા ખોટી, દયા સારી. જે કોઈ જીવ હણશે તેને હણાવું પડશે. જે દુઃખ આપશે તે દુઃખ પામશે. અહો ભવ્ય જીવો ! તમે છ કાયની દયા પાળો જેથી તમને મોક્ષનું શાશ્વત સુખ મળે. આમ જાણીને ધર્મમાં ઉદ્યમ કરો, મોહ મમતા છોડો. ૧૮ પાપસ્થાનક પરિહરો. તે મહા દુઃખદાયી છે. મહા આસાતનાનું કારણ છે અથવા મહા અશાંતિનું કારણ છે. ઈત્યાદિ મુનિ મહારાજાનો ઉપદેશ સાંભળીને કોઈ ભવ્ય જીવને વૈરાગ્ય ૮૦ મોહ પત્તી વર્ષા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy