________________
મહિનામાં ૧ ચાદર રાખતો. કોઈવાર નગ્ન થઈને ધ્યાન લગાઉ. કોઈવાર છ8 અઠ્ઠમ યાવતું પંદર ઉપવાસ સુધી તપ કર્યો. કોઈવાર એક આયંબિલ, બે, ત્રણ, ચાર આયંબિલ સુધી. એક વાર કોટલા શહેરમાં છ મહિના સુધી અભિગ્રહ કર્યો. એક જ પાત્ર ગોચરીમાં રાખવું અને એક જ વાર ગોચરી જવું... તે અભિગ્રહ સુખે સુખે પુરો થયો અને ભણવા લખવાનો ખપ કરતો, વ્યાખ્યાન પણ કરતો અને વિહાર પણ કરતો હતો.
મને ગુરુની કૃપાથી બે ચેલા સારા ઘરના મારી પાસે થઈ ગયા અને લોકમાં મારું ઘણું માન અને પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. છતાં હજી સુધી મેં જિનશાસનનો મર્મ જાણ્યો નહિ પરંતુ શાસ્ત્ર ભણવાથી મારી શ્રદ્ધા પ્રતિમા માનવાની થઈ ગઈ.
પછી દિલ્હીમાં ચોમાસુ કર્યું અને રામલાલજીનું ચોમાસું પણ દિલ્હીમાં હતું, તેની પાસે અમૃતસરના ઓસવાલે દીક્ષા લીધી ધન કુટુંબ છોડીને. તેનું નામ અમરસિંગ છે. ત્યારે રામલાલજીના શરીરમાં માંદગી થઈ. રામલાલજી મલકચંદજીના ટોલાના સાધુ હતા. પોતાના મતમાં પંડિત હતા. ૩૨ સૂત્રના પોતાના મત પ્રમાણે જાણકાર હતા. હું પણ તેમને સુખશાતા પુછવા ગયો.
એ સમયે અમરસિંગ કોઈ ગૃહસ્થ પાસેથી વિપાકસૂત્ર લાવ્યા હતા. મને કહ્યું - બુટેરાયજી ! આ જુઓ વિપાકસૂત્ર સારું છે. હું તો વિપાકસૂત્ર ભણ્યો ન હતો અને સાંભળ્યું પણ ન હતું અને મારી પાસે પ્રત પણ હતી નહિ. - જ્યારે મેં વિપાકસૂત્રની પ્રત જોઈ ત્યારે ગૌતમસ્વામિનો પાઠ મેં જોયો, તો જાણું પૂર્વે મેં જે ગુરુ ઉપર અને ગુરુના લીંગ ઉપર સ્નેહ કર્યો હતો તે મને તત્કાલ સ્વયં સિદ્ધાંત જોઈને સાર એ જ સંભવે છે કે મુનિને મોટું બાંધીને વિચરવું યોગ્ય નથી, ઉચિત નથી. શ્રી ગૌતમસ્વામીને મુખે મુહપત્તિ બાંધેલ છે નહિ. પછી મેં અમરસિંગને પાઠ બતાવ્યો. તેમણે મને કહ્યું કે આ પાઠ સ્વામી રામલાલજીને બતાવો, પછી મેં પાઠ રામલાલજીને બતાવ્યો. પાઠ જોઈને રામલાલજી બોલ્યા : બુટેરાયજી ! સાધુને મોઢે મોહપત્તિ બાંધેલી ન હોય તો સાધુ શેનો ? તે તો યતિ થઈ જાય. આ વાત સાંભળીને મારા મનમાં વિચાર્યું કે આણે મને સૂત્રનો ઉત્તર તો ન જ આપ્યો અને પોતાની મતિ કલ્પનાથી વાત
દ
- મોહપત્તી ચર્ચા