SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती तथा महानिसीथ देखतां मृषावादि जाणवा । तत्त्व तो केवली कहे ते प्रमाण है । આ પ્રમાણે શાસ્ત્રમાં ચાર પ્રકારના આચાર્યો કહ્યા છે. (૧) આચાર્ય પોતે ભલા, શિષ્ય ભલા છે (૨) આચાર્ય પોતે ભલા, શિષ્ય ભલા નથી (૩) આચાર્ય પોતે ભલા નથી, શિષ્ય ભલા છે (૪) આચાર્ય ભલા નથી અને શિષ્ય ભલા નથી. સારા ભાંગા ઓછા દેખાય છે. ખરાબ વધુ દેખાય છે. અંતઃકરણ કેવલજ્ઞાની જાણે, છદ્મસ્થને ભાવોની ખબર પડતી નથી, તે કેવલી ગમ્ય છે. ચાર સાધુ પુરુષ કહ્યા છે. તે આ પ્રમાણે (૧) કોઈ કારણથી વેશ છોડે પણ ધર્મ ન છોડે (૨) ધર્મ છોડે પણ વેશ ન છોડે (૩) વેશ છોડે ને ધર્મ પણ છોડે (૪) વેશ છોડે નહિ ધર્મ પણ છોડે નહિ. ચાર પ્રકારના સાધુ કહ્યા છે તે આ પ્રમાણે (૧) ધર્મને છોડે છે પણ ગચ્છની મર્યાદા છોડતો નથી. (૨) એક ગચ્છની મર્યાદા છોડે છે પણ ધર્મ છોડતો નથી. (૩) એક ગચ્છની મર્યાદા છોડે છે અને ધર્મને છોડે છે (૪) એક ગચ્છની મર્યાદા છોડતો નથી અને ધર્મને પણ છોડતો નથી. ગચ્છ મર્યાદા દવિધ સામાચારી સમજવી. ઈત્યાદિક ચાર ભાંગા છે. ભગવાન મહાવીરનું તીર્થ ૨૧ હજાર વર્ષ સુધી રહેશે. શ્રુત ચારિત્ર ધર્મ યુક્ત ચાર તીર્થ રહેશે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ અન્તે પણ ચતુર્વિધ સંઘ કહ્યો છે. વચમાં વિચ્છેદ કહ્યો નથી. અન્ને દુપ્પહસૂરી નામના સાધુ થશે, ફલ્ગુશ્રી નામના સાધ્વી થશે, નાગીલ નામનો શ્રાવક થશે અને સત્યશ્રી નામના શ્રાવિકા થશે, એ પ્રભુનું છેલ્લું તીર્થ છે. જે કોઈ વચમાં વિચ્છેદ કહે છે તેને ભગવતીજી અને મહાનિશીથ સૂત્ર જોતાં સ્વચ્છંદ ભાષી જાણવો. તત્ત્વ તો કેવલી કહે તે પ્રમાણ છે. સા.પા.૭૦ ભગવતીજી શતક-૨૫ : एवं जंबू दुप्पसहो जाव बकुसकुसीलेहिं तित्थं वट्टिस्सइ जहा विवाहपन्नतीए य नियंठा बुइया ॥ इम हे ! जंबु दुपससूरिजी लगे यावत् बकुस कुसील नियंठो के धारक जिनशासन में मुनि होवेंगे श्री जंबूस्वामी से तीर्थ परवतसे जेकर तिम भगवतीसूत्र मध्ये कया है । बकुस नीयंठे का उत्तरगुणप्रतिसेवी है । उत्तरगुण में दोष लगावे है । कुसील के दोय भेद है । कषायकुसील तो अप्रतिसेवी है । तथा कुसील मूल में तथा उत्तर में दोष लगावे । ७२ મોહવત્તી ચર્ચા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy