________________
અને કુલનો રાગી થઈને પોતાના કુલને અનુરૂપ તેવી તેવી કરણી કરે છે. તે કુલની રીતને ધર્મ કરીને માને પરંતુ વીતરાગની આજ્ઞારૂપ તત્ત્વને ઓળખે નહિ. તે પ્રમાણે કોઈ પુરુષ કર્મ યોગે નિન્જીવ પાસે દીક્ષિત થયો તેને કુમતની મમતા લાગી ગઈ. એમ વિચારે નહિ મેં માતા પિતા વગેરે સંબંધો છોડ્યા છે પણ મને કુમતનો માત્ર મોહ છે. જે સાચો માર્ગ છે તે મને પ્રમાણ છે. કહ્યું છે કે - કે જેસિં કુલે સમુપ્પન્ને જેસિ વા સંવસે નરે પમાઈ લુપ્પઈ બાલે અન્નમન્નેહિં મુચ્છિએ.
હે આર્યો ! તમે મોહ મમતામાં ન પડો. જેમ સૂત્રમાં છે તેમ આરાધો, પાળો અને સદ્દહો. સંસાર સમુદ્ર તરો. મોહપત્તિ હાથમાં રાખી સુખે સંયમ પાળો. એ વીતરાગે કેવલ જ્ઞાનમાં જોઈને સર્વ જીવોને હિતકારી વેશ કહ્યો છે. સાક્ષી ઉત્તરાધ્યન. આ તો મુખ બાંધવા રૂપ વિડંબના તજવામાં લજ્જા શા માટે કરો છો ? નીચ કર્મ છોડીને ઉચ્ચ કર્મ કરવામાં લજ્જા કરવી જોઈએ નહિ. કુમત છોડીને સુમત આદરવામાં લજ્જા શા માટે કરવી ? કુલીંગ છોડીને સ્વલીંગ ધારણ કરવામાં લજ્જા શા માટે કરવી ? તથા રાસભ છોડીને હાથી ઉપર ચઢવામાં લજ્જા શા માટે કરવી ? તીર્થંચમાંથી દેવલોકમાં જવાય તો લજ્જા શા માટે કરવી ?
હે ભવ્ય જીવો ! જિનશાસનમાં પોતાની મેળે શ્રી તીર્થંકર પરમાત્મા દીક્ષા લઈને તપ સંયમ કરીને, કેવલજ્ઞાન પામી સમવસરણમાં બેસી, બાર પ્રકારની પર્ષદામાં ઉપદેશ આપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સાધુ સાધ્વીને દીક્ષા આપે છે. તેમ ગૃહસ્થ તથા અન્યલીંગીને કેવલજ્ઞાન થઈ જાય તો પણ સાધુનો વેશ સ્વીકાર્યા વિના પર્ષદામાં બેસી ઉપદેશ આપે નહિ. તો આ કાળમાં કોઈક વ્યાખ્યાનમાં મોઢું બાંધે છે પછી ખુલ્લા મોઢે વિચરે છે. મોઢું ઉઘાડું તથા બાંધેલું થયું. આ બન્ને લીંગો પ્રત્યક્ષ જુદા જુદા છે. આમા સ્વલીંગ કયું કે અન્ય લીંગ કયું ? તે વિચારવું જોઈએ. પ્રથમ છેદાપેસ્થાપનીય દીક્ષા દેવાના અધિકારી પ્રથમ તીર્થંકર છે પછી ગણધર મહારાજા છે પછી આચાર્ય મ. પછી ઉપાધ્યાય મ. છે. સારાંશ જેં પરંપરાથી દીક્ષિત સાધુ આચાર્ય ઉપાધ્યાય થયા હોય તે દીક્ષા આપવાના અધિકારી છે પરંતુ પ્રત્યેક બુદ્ધ પોતાની જાતે દીક્ષા લેવાવાળા બીજાને દીક્ષા આપતા નથી. સાખ સૂત્ર ભગવતીજીમાં ‘સંજય નિગંટ્ટુય'. તીર્થંકર મહારાજા પોતાની જાતે દીક્ષા લે છે. તે મહા પ્રભાવીક છે અને તત્કાલ મન:પર્યય જ્ઞાન પામે છે. તે પ્રત્યેક બુદ્ધો પણ ચાર જ્ઞાનના ધણી હોય છે. તે અતીરથ પ્રત્યેક બુદ્ધ સાધુના રચેલા સૂત્ર કહેવાયા. આવા પ્રભાવિક પુરુષ પોતે, દીક્ષા લઈને તીરથના સાધુ નથી હોતા. તો બીજા કોઈ જાતે જ દીક્ષા લઈને તીરથના સાધુ કહેવડાવે છે તેને મિથ્યાત્વી જાણવા વિગેરે ચર્ચા ઘણી છે. પરંતુ ક્યાં સુધી લખીએ ? બુદ્ધિમાન હશે તે સિદ્ધાંત જોઈ આદરશે.
મોપત્તી ચર્ચા ४५