________________
૩. તપસ્વીની સેવા કરવી તે, ૪. જ્ઞાન, દીક્ષા, પર્યાય અને વય વડે મોટાની સેવા, ૫. ગ્લાન-માંદા સાધુની સેવા કરવી, ૬. નવ દીક્ષિત શિષ્યની સેવા કરવી, ૭. એક મંડલીમાં ગોચરીના વ્યવહારવાળાની સેવા, ૮.ગણની સેવા કરવી, ૯. કુલની સેવા કરવી (ચંદ્રકુલ), ૧૦. સંઘની સેવા કરવી મનના ૧૦ દોષ: ૧. શત્રુને જોઈને દ્વેષ કરે, ૨. અવિવેકથી સામાયિક કરે, ૩. તત્ત્વનો વિચાર ન કરે, ૪. ખેદ ધારણ કરે, ૫. યશની ઈચ્છા કરે, ૬. વિનય ન કરે, ૭. ભય ચિંતવે, ૮. વ્યાપાર ચિંતવે, ૯. ફળનો સંદેહ કરે, ૧૦. નિયાણું કરે વચનના ૧૦ દોષ :
૧. ખરાબ વચન બોલે, ૨. ટુંકારો કરે, ૩. પાપની આજ્ઞા કરે, ૪. લવારો કરે, ૫. કઝીયો કરે, ૬. આગતા સ્વાગતા કરે, ૭. ગાળ દે,
૮. બાળકને રમાડે, ૯. ધર્મ સિવાયની વાતો કરે, ૧૦. મશ્કરી કરે ૧૦ અનંતી વસ્તુઓ: ૧. સિધ્ધના જીવો, ૨. નિગોદ,
૩. કાળ, ૪. પુદ્ગલ
૫. આકાશ પ્રદેશ, ૬. કેવળજ્ઞાની, ૭. કેવળ દર્શની, ૮. વનસ્પતિ,
૯. પરમાણુ, ૧૦. અલોક દીક્ષા લેવાનાં દસ કારણો:
(૧) પોતાની ઈચ્છાથી (૨) રોષ (૩) વૃધ્ધાવસ્થાથી
(૪) જાતિસ્મરણ જ્ઞાનથી (૫) તૃષ્ણાથી કપીલ પરે (૬) ગુરૂ ઉપદેશથી આદિનાથના ૯૮ પુત્રો પર (૭) દેવ આયુ ઓછું કહેવાથી (૮) મોહથી
કનકકુપા સંગ્રહ
૬૩