________________
૩. અષાઢ માસ ચૌમાસિ અઠ્ઠાઈ, ૪. ચૈત્ર માસની શાશ્વતિ ઓળી,
૫. આસો માસની શાશ્વતિ ઓળી, ૬. પજૂષણા મહાપર્વની અઠ્ઠાઈ છ નાશ કરે: ૧. આળસ-સુખનો નાશ કરે, ૨. કુસંપ-લક્ષ્મીનો નાશ કરે, ૩. લડાઈ-જાનમાલનો નાશ કરે, ૪. મિતાહાર-રોગનો નાશ કરે,
૫. સફળતા- શત્રુનો નાશ કરે, ૬. તપ-પાપનો નાશ કરે મનુષ્યમાંથી આવેલાના લક્ષણ : ૧. સૌભાગી હોય, ૨. મીઠાવચનવાલો હોય, ૩. દાતાર હોય,
૪. સરળ હોય ૫. ચતુર હોય, ૬. ચતુરની સાથે પ્રીતિવાળો હોય નરકમાંથી આવેલાનાં લક્ષણ: ૧. દુર્ભાગી, ૨. ક્લસી,
૩. રોગી, ૪. અત્યંત ભયવાળો, ૫. અત્યંત આરંભી હોય, ૬. ઘણો ક્રોધી હોય તીર્થંચમાંથી આવેલાનાં લક્ષણ: ૧. લોભી, ૨. કપટી, ૩. જૂઠો
૪. અતિશુદ્ધાવાળો હોય, ૫. મૂર્ખ હોય, ૬. મૂર્ખની જોડે પ્રીતિવાળો હોય દેવમાંથી આવેલાના લક્ષણ:
૧. સત્યવાદી હોય, ૨. દ્રઢ ધર્મી હોય, ૩. દેવ ગુરૂનો ભક્ત હોય, ૪. ધનવાન હોય, ૫. રૂપવાન હોય, ૬. પંડિત હોય છ વર્ષધર પર્વતો: ૧. હિમવંતગીરી પર્વત, ૨. મહાહિમવંત પર્વત, ૩. નિષઘ પર્વત, ૪. નીલવંત પર્વત, ૫. ફમી પર્વત, ૬. શિખરી પર્વત છ સ્થાનો: ૧. જીવ છે,
૨. તે નિત્ય છે, ૩. શુભાશુભ કર્મનો કર્તા છે, ૪. તે શુભાશુભકર્મનો ભોક્તા છે, ૫. તે સર્વ કર્મનો નાશ કરી મોક્ષ મેળવે છે, ૬. મોક્ષનો ઉપાય સદ્ધર્મ છે.
૫૨.
કનકકુપા સંગ્રહ