________________
મામાના મા બાપના સંબંધો નહિ રહે. થીજેલા દહીનું પાણી થાય માખણ નીકળી જાય તેમ તમો નિ:સત્વ થઈ પાણી નીકળી જશે ને નરકમાં લઈ જશે. તકલીની માફક ભણાવશે અને ધ્યાન નહિ રાખો તો તાર તૂટે તેમ સંબંધ છુટા તીરની જેમ પુત્રી-પુત્રાદિકનું પુરૂ કરવા દૂર (દેશાવર) જાવું પડશે. ઈડીયા-ચોખાના બે મુઠીયા સાસુ માથે ઉતારી નાખે છે, પીડીયા-રાખના મુઠીયા. ચોખા જેવો તારો નિર્મળ આત્મા અભડાય નહિ નહિતર છે..ડિયો નસીબમાં રહેસે તે વખતે તેને પી.ડીયો દુ:ખ થશે. તારા દેહની રાખ થશે. ને તારું બીજા બધા ખાઈ જશે. સંપુટીયું-(બે કોડીયામાં દહીં ભરીને પગ નીચે કચડાવે) બાંધી મુઠી છે હજુ કાંઈ બગડયું નથી હજુ પણ સાધુ બની જા. છતાં વરરાજા ન માને ત્યારે નાક ખેંચે લે તારે નકટા તારા જેવું કોણ થાય. બીજો અર્થ-..આવે સાસુ પોખવા સમસ્યા એવી ઉચ્ચરે. મુજ બેટી માટે શું છે ધંધો તે જમાઈને પુછતી. ઘેર ખેતીવાડી કેટલી તે હલ થ્રેસર બતલાવતી. ખાંડણી અને ઘંટી તણા ખીલડા પણ સમજાવતી મુજ દીકરીના સુખ સારૂં રેટીયો છે કે નહિ. મુંગો મુંગો એ સાંભળે સાસુ મનમાં દુ:ખ ધરે. ઘંટી ગઈ ખાંડણી ગઈ ને દુઝણા ચાલ્યા ગયા. ખેતીવાડીના સાધનો પણ આજ શિથિલ થઇ ગયા. રેંટિયા સળગી ગયા હુન્નર સહ નિસ્તેજ થયા જેથી અત્યારે દેશમાં બેકાર બહ વધી ગયો.. પછી નાક ખેંચતા કહે છે નાક ખીરું જમાઈ સમસ્યા જરી સમજો નહિ,. કાયા ભલે તમ જાય તો આ નાકને ખોશો નહિ. (સંપુટીયું ફોડતા) ..માટી તણો આ માનવી માટીને લેવા જાય છે. માટી તણી માટીની માયા માટીમાં મલી જાય છે... શણગાર-હાથનો શણગાર દાન, મુખનો સત્ય, નેત્રનો જીવદયા, કાયાનો શિયલ, કાનનો સિદ્ધાંતશ્રવણ, જીભનો જિનેન્દ્રના ગુણકીર્તન, પગનો તીર્થાટન અને મસ્તકનો નમનમાં છે. સાધુ-સર્વ જીવો પ્રત્યે સમાનભાવ (શત્રુ-મિત્ર, ઉંચ-નીચ વિ.)આ=આવાગમન નહોય, સંકલ્પ-વિકલ્પો ન હોય, આરૌદ્ર, વિષય વાસના ને તૃષ્ણા ત્યાગ. ધુ=ધર્મ ધ્યાનમાં રમણતા કરે, સ્વપરાત્મ વિચારણા, લેશ પણ સ્વાથી નહોય અને સાધનામાં મસ્ત હોય તે સાધુ. કષાયથી નુકશાન-કોધથી સાધુ ચંડકોશિયો. શ્રેણિકચેલણાને અસતિ જાણી મહેલ બાળી દેવાનો હુકમ પછી પ્રભુ પાસેથી જાણ્યા બાદ પશ્ચાત્તાપ. માનથી સીતાને
કનકકૃપા સંગ્રહ
૬૧૩