________________
*
*
*
પાછી ન સોંપવાથી રાવણનો નાશ. માયાથી મલ્લમીનાથ કુંવરી થયા અકુંતલા ઇર્ષ્યાથી કુતરી થઇ. કૌતુકવસે ઇંડાનો સ્પર્શ કરતાં રૂકિમણીનો પુત્રવિયોગ ૧૧૬ વર્ષ સુધી. કામથી ઇલાચીપુત્ર આદિ અનેક મુશ્કેલીમાં મુકાયા.
ઘર-અશાતા અપમાન અપજશ વિ.દુ:ખોનું સ્થાન. રોજના અસંખ્ય સ્થાવર જીવોનો અકાળ કરપીણ મૃત્યુ પમાડનારૂં કતલખાનું, એકમાંથી અનેક ભવોનો સર્જનહાર દુ:ખ અને દોષોની ખાણ. એની પરંપરાથી ક્રૂરપણે કચરાઇને મરે તેવા ૧૮ પાપસ્થાન તેનું નામ ઘર.
મહાપુન્યોદયે માનવભવાદિ સામગ્રી મળ્યા પછી પણ સાધવા યોગ્ય ન સધાય તો મહાપાપોદય લેઇને આવ્યા છીએ તેમ સમજવું.
જેને સંસારનો ભય લાગે અને મોક્ષની ઇચ્છા જાગે તે પ્રમાણે પુરૂષાર્થ કરે તે મોક્ષ ન પામે ત્યાં સુધી નરક તિર્યંચંગતિ તેના માટે બંધ.
ધર્મથી સુખ મળે પણ ધર્મી તે જ કે સુખથી નિરંતર ડરે. આર્યદેશના માનવીની ઇચ્છા એ જ હોય કે કયારે સર્વપાપથી રહિતપણે હું જીવી શકું.
જિનવાણીની રૂચિ એટલે સંસારની સર્વવસ્તુની અરૂચિ આપણે દેવગુરૂ ધર્મને માનીયે છીએ. તે સંસારના સુખને દુ:ખરૂપે અને છોડવા જેવું કહે છે તે ગળે ઉતરે છે ?
સંસારમાં આજે મોટા પ્રમાણે પાપ કરવા મંડી પડયા છે. દુ:ખી દુ;ખથી છુટલા માટે અને સુખી સુખમાં મહાલવા માટે પાપ કરે છે.
આજે માનવી સુખને માટે જેમ વેપાર કરે છે તેમ ધર્મ કરી રહ્યો છે. સંસાર સુખથી છુટવા માટે કરેલો ધર્મ સ્વર્ગ અને મોક્ષ આપે.
ગમે તે પરિસ્થિતિમાં હોવા છતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત
થાય છે. મહત્તા શુદ્ધ પરિણામ-શુકલ ધ્યાનની છે.
કેવલજ્ઞાન પામ્યા
૬૧૪
ઇલાચીકુમાર
અષાઢાભૂતિ
પૃથ્વીચંદ્ર
: નાચતા નાચતા
:
નાટક કરતાં કરતાં
: રાજ્યસિંહાસને બેઠા બેઠા
કનકકૃપા સંગ્રહ